રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં 8 હજાર કિલો ફટકડીમાંથી 400 ગણેશજીની મૂર્તિઓ બનાવાશે

શહેરમાં મોટા સ્વિમિંગ પુલનું પાણી સ્વચ્છ કરવા માટે ફટકડી અને ક્લોરિન વાપરવામાં આવે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:27 AM
400 Ganesha statues will be made from Vadodara 8 thousand kilograms alum

વડોદરા: રાજ્યમાં પ્રથમ વખત શહેરની એનજીઓ દ્વારા પીઓપી કે માટીની નહીં પરંતુ પાણીને સ્વચ્છ કરે તેવી 8 હજાર કિલો ફટકડીથી ગણેશજીની 400 મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું છે. આ 400 ફટકડીની મૂર્તિઓને વિસર્જનના દિવસે ગોરવા દશામાના તળાવમાં વિસર્જિત કરી તેનું 5 લાખ લિટર પાણી પીવાલાયક થાય તેટલું શુદ્ધ બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. એનજીઓ દ્વારા 200 મૂર્તિઓને ગણેશ યુવક મંડળો અને દશામા તળાવની આસપાસ રહેતા ગરીબ લોકોને નિ:શુલ્ક આપવામાં આ‌વશે. જ્યારે અન્ય 200 મૂર્તિઓનું વેચાણ કરવામાં આવશે. જ્યારે વિઘ્નહર્તાના ફટકડીથી નિર્માણ પામેલા ત્રીજા સ્વરૂપને શહેરીજનો નિહાળી શકે તે માટે સંસ્થા દ્વારા 12 ઓગસ્ટના રોજ સયાજીબાગ એમ્પિ થિયેટર ખાતે સાંજે 6 થી રાતના 9 વાગે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવાનો પ્રયાસ


એનજીઓ ફિડિંગ વડોદરાના સંચાલક વિશાલ સોનીએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં મોટા સ્વિમિંગ પુલનું પાણી સ્વચ્છ કરવા માટે ફટકડી અને ક્લોરિન વાપરવામાં આવે છે. આ પ્રયોગ જોઈને અમે ગોરવાના દશામાના તળાવમાંથી 1 લિટર પાણી લઈને તેમાં 50 ગ્રામ ફટકડી નાંખતાં પાણી પીવાલાયક થાય તેટલું શુદ્ધ થઈ ગયું હતું. આ પ્રયોગને અમલમાં લાવવા માટે ફટકડીના ગણપતિ બનાવાશે.

1 ફૂટની મૂર્તિ માત્ર રૂ.105

પીઓપી અને માટીની ગણેશજીની મૂર્તિ 1 હજારથી લઈને 3 હજાર સુધીની વેચાતી હોય છે. ત્યારે ફટકડીની 1 ફૂટની મૂર્તિ માત્ર રૂ.105માં બનીને તૈયાર થતી હોય છે. એનજીઓ દ્વારા જે 200 મૂર્તિઓનું વેચાણ કરવામાં આવશે,તેનો ભાવ રૂ.105 રાખવામાં આવ્યો છે.

ફટકડીના ઉપયોગથી શું થઈ શકે છે


ફટકડીનો ઉપયોગ દૂષિત પાણીને સાફ કરી તેને પીવાલાયક બનાવવા થાય છે. ફટકડીને પાણીમાં નાખવાથી માટી તેમજ અન્ય કચરો તળિયે બેસી જાય છે, જેનાથી પાણી સ્વચ્છ થઈ જતું હોય છે.

X
400 Ganesha statues will be made from Vadodara 8 thousand kilograms alum
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App