NEET / NEETમાં વડોદરાનો યુવાન દેશમાં પ્રથમ, ‘5 વખત જોયું ત્યારે વિશ્વાસ આવ્યો કે પ્રથમ છું’

vadodara ashraf first in neet exam in india

divyabhaskar.com

Feb 01, 2019, 09:03 AM IST

વડોદરા: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામાં આવતી ડૉક્ટર ઓફ મેડિસીન અને માસ્ટર ઓફ સર્જન માટેની નીટ (NEET)ની પરીક્ષાનું પરિણામ 31 જાન્યુઆરીના મોડી સાંજે જાહેર કરવામાં આવ્યુ હતું.

જમ્મુ અને કાશ્મીરમાં 17 જાન્યુઆરીએ અને ભારતભરમાં 6 જાન્યુઆરીના રોજ 165 સેન્ટરમાં લેવામાં આવેલી આ પરીક્ષામાં 1,48,000 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. 1200 માર્કની આ પરીક્ષામાં 1006 માર્ક મેળવીને વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતા પરીક્ષાર્થી અશરફ કેસરાની મેમણે ભારતભરમાં પ્રથમ ક્રમાંક (AIR-1) પ્રાપ્ત કર્યો છે.

અશરફે ભાસ્કરને જણાવ્યું હતું કે મને પરિણામ જોઈને વિશ્વાસ જ ન્હોતો આવતો, માટે મેં પાંચ વાર મારું પરિણામ ફેરવી-ફેરવીને જોયું અને અલ્લાહનો શુક્રિયા અદા કર્યો. હાલ વડોદરા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અંતિમ સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું, અને આ પરીક્ષા માટે છેલ્લા 6 મહિનાથી 8 કલાકનો સમય આપ્યો હતો. હવે દિલ્હી ખાતે આવેલી મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અથવા એમ્સ ખાતેથી મેડિસિનનો વધુ અભ્યાસ કરીશ.

અશરફના ઘરમાં ઈદ જેવો માહોલ : અમ્મી-અબ્બા ખુશ
પરિણામ આવતા જ અમ્મી-અબ્બા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ઘરમાં ઈદ જેવો માહોલ છે. અબ્બા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. અમારી કમ્યુનિટીમાં ગુજરાતમાં હું એવો પહેલો છું જેનો રેન્ક ઓલ ઇન્ડિયામાં પ્રથમ છે.


ડોક્ટર પિતા અને પ્રોફેસર માતાનો સંવિદ કોટીયા 20મા નંબરે
વડોદરા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અંતિમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા અને નીટની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 20 પ્રાપ્ત કરનાર સંવિદ કોટીયાએ જણાવ્યું હતું કે પિતા આંખના ડોક્ટર છે જયારે માતા MSUમાં ટેક્નોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસર છે. હવે મુંબઈ અથવા દિલ્હી ખાતેથી રેડિયોલોજી અથવા મેડિસીનનો અભ્યાસ કરીશ.

X
vadodara ashraf first in neet exam in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી