વાઘ / વાઘને ક્લિક કરનાર કેમેરાની આ છે ખાસિયત, 40થી 50 ફૂટ સુધીની મૂવમેન્ટ કેપ્ચર કરી શકે છે

first time chinese camera used for capture tiger

divyabhaskar.com

Feb 13, 2019, 09:29 AM IST

વડોદરા: મહિસાગરના જંગલમાં પહેલા વાઘના પગલાંના નિશાન અને ત્યારબાદ નાઇટ વિઝન કેમેરાંમાં ઝડપાયા બાદ વાઘની હાજરીની ખરાઇ કરવામાં આવી હતી. આ નાઇટ વિઝન કેમેરાં ગોઠવવામાં વડોદરાના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મનોજ ઠાકરને પણ વનવિભાગને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ નાઇટ વિઝન કેમેરાં ગોઠવવાની ટીમના સભ્ય હતા.

મનોજ ઠાકરે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘ આ કેમેરા ચાઇનીઝ કંપનીના હતા. તે 40થી 50 ફૂટ સુધીની મૂવમેન્ટ કેપ્ચર કરી શકે છે. પણ સ્પષ્ટ તસવીર 30 ફૂટ સુધીના અંતરની સ્પષ્ટ તસવીર ક્લિક કરી શકે છે. આ તસવીર માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય છે. આ કેમેરાની કિંમત રૂ.15 હજારની આસપાસની છે.’

નાઇટ વિઝન કેમેરાને જમીનથી 1.5 ફૂટ ઊંચે ગોઠવવામાં આવ્યાં હતા. તે પોતાના સ્થળે ફીટ રહે તે માટે આસપાસ પથ્થરો ગોઠવ્યા હતા. વાઘ કેમેરાથી લગભગ 20થી 22 ફૂટના અંતરે પસાર થતાં ક્લિક થયો હોવાનું ટીમનું માનવું છે. આ અગાઉ આ કેમેરાં દીપડા અને રિંછના અભ્યાસ માટે પણ વનવિસ્તારમાં ગોઠવવામાં આવ્યાં હતાં. કેમેરા ટીમના વડા વનવિભાગના અધિકારી આરએમ પટેલે જણાવ્યું કે, ‘ પહેલીવાર બીજા દિવસે( મંગળવારે) સવારે અમે જ્યારે કેમેરાની ક્લિપ લેવા ગયા ત્યારે લગભગ 15 મિનિટ બાદ વાઘ જોવાતા તમામને ખુશી થઇ હતી.’

કેમેરા કેવી રીતે કામ કરે છે
આ કેમેરામાં ઇન્ફ્રારેડ કિરણો સતત નીકળતા રહે છે. જ્યારે અંધારામાં કોઇ ચીજ કે પ્રાણી આ કિરણોના માર્ગમાં આવે ત્યારે કેમેરામાં ફીટ તસવીર ક્લિક કરવાની સિસ્ટમ કાર્યરત થઇ જાય છે અને જે ચીજ કે પ્રાણી હોય તેનો ફોટો પડી જાય છે.

X
first time chinese camera used for capture tiger
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી