તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 વર્ષ બાદ વડોદરા - અમદાવાદ વચ્ચે નવી ટ્રેન શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા:વડોદરા -અમદાવાદ સ્પે.ટ્રેનનો આજથી પ્રારંભ થયો હતો. આજે સવારે 8:20 વાગે વડોદરા રેલવેસ્ટેશનના પ્લેટફોમ નં.1 પરથી ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.વડોદરાને અંદાજે 9 વર્ષ બાદ નવી ટ્રેન મળી છે.જે ટ્રેનને આજે શહેરનાં સાંસદ રંજનબેન ભટ્ટ અને રાજ્યના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઝંડી બતાવી રવાના કરી હતી.આ પ્રસંગે મેયર ભરત ડાંગર સહિત અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. વડોદરા ડિવિઝનના ડીઆરએમ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વડોદરાને ભિલાડ બાદ અમદાવાદ માટે ટ્રેન મળતાં મુસાફરોમાં આનંદની લાગણી હતી. સુવિધાની દૃષ્ટિએ આ ટ્રેન ખૂબ જરૂરી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.વડોદરાથી સવારે ક્વીન બાદ નીકળનારી ટ્રેન અમદાવાદ 10:40વાગે પહોંચશે. જ્યારે અમદાવાદથી બપોરે 3:20 નીકળી વડોદરા 5:30 વાગે પહોંચશે.
ટ્રેનમાં એક સ્લીપર સાથે કુલ 11 ડબ્બા જોડવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્યના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સાંસદ અને રેલવે વિભાગને અભિનંદન આપ્યાં હતાં. રેલવે વિભાગ મુજબ આગામી 18મીથી રજાઓ પૂરી થતાં મુસાફરો પણ યોગ્ય માત્રામાં મળી રહેશે.સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે ટ્રેનનો સમય સવારે ક્વીન પહેલાં 7:45 કરવા વિચારણા છે. હાલ કેટલા મુસાફરો મળે છે. કેવી લોકોની રજૂઆત છે તે સરવે કર્યા બાદ સમય બદલાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો