તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: RTO નજીક ટેન્કરની અડફેટે દાદીનું મોત, 2 પૌત્રીને બચાવવા જીવ આપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરના દરજીપુરા આરટીઓ ખાતે આજે સવારે આરટીઓમાં પાસિંગ માટે આવેલી એક ટેન્કરે પાછળથી એક વૃદ્ધાને અડફેટે લીધી હતી. આગળના વ્હીલની અડફેટમાં આવતાં વૃદ્ધાએ તેમની સાથે ચાલતી માસૂમ પૌત્રીઓને ધક્કો મારી હડસેલતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે વૃદ્ધા દાદીના માથા પર ટેન્કરનાં પાછલાં પૈડાં ફરી વળતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હરણીરોડ -દરજીપુરા ખાતે આવેલા આરટીઓમાં હરણી તરફનો રોડ સિંગલ ટ્રેક છે. તેમજ ટોલનાકા પાસેથી રોંગસાઇડ વાહનો જાય છે. જેથી અકસ્માત સર્જાતા હોય છે. આ વિસ્તાર સેવાસદન કે કલેક્ટર કોના નેજા હેઠળ આવે છે તે નક્કી નથી જેથી વર્ષોથી રજૂઆત છતાં રોડ મોટો થતો નથી.
ટેન્કરે પાછળથી એક વૃદ્ધાને અડફેટે લીધી
આરટીઓ અધિકારી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પરિણામ નથી. દરજીપુરા ગામ પાસે જીવરામનગરમાં રહેતા બીજલ ભરવાડનાં માતા હજુબેન ભીમાભાઇ ભરવાડ(55) એક વર્ષ અગાઉ પુત્રને ઘરે રહેવા આવ્યા હતા. આજે સવારે તેઓ પોતાની પુત્રવધૂ લાભુબેન અને પૌત્રી રિદ્ધિ(3), આરતી(5) સાથે નજીકમાં રહેતી પુત્રીના ઘરે બેસવા જતા હતા. દરમિયાન 11:30 વાગે આરટીઓ તરફથી ધસી આવતી ટેન્કરે તેમને અડફેટમાં લીધા હતા. આગળના વ્હીલમાં આવેલા હજુબેને બાળકો તથા પુત્રવધૂને ધક્કો મારતાં તેઓનો બચાવ થયો હતો. જ્યારે જોત-જોતામાં ટેન્કરના પાછળનાં પૈડાં તેમના માથાના ભાગે ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો