ગુર્જર આંદોલનને કારણે આજની 5 ટ્રેન રદ : 4 ટ્રેનને ડાઇવર્ટ કરી દેવાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વડોદરા રેલ્વે સ્ટેશનની ફાઇલ તસવીર)
-ડુમરિયા સ્ટેશન ખાતે ચાલતા ગુર્જર આંદોલનને કારણે નિર્ણય
-ટ્રેનનું સંચાલન બંધ કરવાની ફરજ પડી
વડોદરા:કોટા ડિવિઝનના ડુમરિયા સ્ટેશન ખાતે ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે રેલવે સત્તાવાળાઓએ આવતીકાલે બુધવારે તા.27 મે ના રોજ મુંબઇથી ઉપડતી 5 ટ્રેન રદ કરવાની તેમજ 4 ટ્રેનને અન્ય માર્ગે ડાયવર્ટ કરવાની જાહેરાત કરી છે.
તા.27 મે ના રોજ મુંબઇ સેન્ટ્રલ-ફિરોજપુર જનતા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અવધ એક્સપ્રેસ, મુંબઇ સેન્ટ્રલ-ન્યૂ દિલ્હી એ.સી.પ્રિમિયમ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ કરાઇ છે.
આવતીકાલે મુંબઇથી ઉપડનારી ટ્રેન રાજધાની એક્સપ્રેસ, ટ્રેન નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને નાગદા-નિશતપુર-ઝાંસી-આગ્રા કેન્ટ-મથુરા માર્ગે ડાયવર્ટ કરાઇ છે. તેમજ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલને વાયા નાગદા-સવાઇ માધોપુર-જયપુર-રેવારી માર્ગ પર ડાયવર્ટ કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...