તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાનું 425 વર્ષ જુનું જિનાલય, દિગંબર આદિનાથ ભગવાનના ચમત્કારની માન્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ શહેરના વાડી-ટાવર વિસ્તારમાં દાલિયાપોળ પાસે 425 વર્ષ જૂનું 1008 દિગંબર આદિનાથ જિનાલય આવેલું છે. જિનાલયનો એરિયા 2800 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. દેરાસરમાં ત્રણ શિખર આવેલાં છે. દેરાસરમાં મૂળનાયક 1008 આદિનાથ ભગવાન, 1008 પા‌ર્શ્વનાથ ભગવાન, 1008 મહાવીર સ્વામીની મૂર્તિઓ બિરાજમાન છે. દેરાસરનું 25 વર્ષ પહેલાં રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશન કરાયા બાદ પણ 1008 મૂળ નાયક ભગવાન આદિનાથની મૂર્તિ પણ 425 વર્ષ જૂની નાની મૂર્તિ પણ દેરાસરમાં યથાવત્ છે. અહીં આદિનાથ ભગવાનનો ચમત્કાર થાય છે જેથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વર્ષો પહેલાં દેરાસરની મહારાજા સયાજીરાવ ગાયકવાડે મુલાકાત લીધી હતી, ત્યારબાદ મહારાજાએ જિનાલયથી પ્રભાવિત થઇને ન્યાયમંદિર હોલ ખાતે આચાર્ય કુંથુસાગર મહારાજ સાહેબનું પ્રવચન રાખ્યું હતું. વડોદરા શહેરમાં દિગ્મ્બર જૈનોનાં 750 મકાનો આવેલ છે. તેઓ આશરે 3500 સુધીની વસ્તી ધરાવે છે.
વડોદરાનું 425 વર્ષ જુનું જિનાલય, દિગંબર આદિનાથ ભગવાનના ચમત્કારની માન્યતા, વધુ તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો