તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા: MSUમાં ગવર્નમેન્ટ નોમિની 4 સિન્ડિકેટ સભ્યોની જાહેરાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચારેય સભ્યોને શિક્ષણ વિભાગ દ્વારા કન્ફર્મેશન
- યુનિ.ના સત્તાધીશોને હજુ સત્તાવાર જાણ કરાઈ નથી
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં ગવર્નમેન્ટ નોમિની સિન્ડિકેટ સભ્યો તરીકે શિક્ષણવિદ્દ શ્રીમતી તેજલ અમીન, જિગર ઇનામદાર, આંખના સર્જન ડૉ. અશોક મહેતા અને વિદ્યાભારતીના મંત્રી જિજ્ઞેશ સોનીની ત્રણ વર્ષ ટર્મ સત્તાવાર રીતે નિમણૂક કરાઇ છે. જોકે ચારેય સિન્ડીકેટ સભ્યોની નિમણૂક અંગે હજુ સુધી યુનિવર્સિટીના પ્રોવીસી કે રજિસ્ટ્રારને શિક્ષણ વિભાગની કચેરીમાંથી સત્તાવાર રીતે કોઇ ફેક્સ મળ્યો નથી.યુનિ.માં ચાર મહિનાની ભારે મથામણ બાદ આખરે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 4 સભ્યોની નિમણૂક કરી છે. આ તમામને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે ફોન કરીને જાણ કરવામાં આવી છે. જોકે સત્તાધીશોને તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે જાણ ન કરાતાં યુનિ.ના પ્રોવીસી પ્રોફેસર પરિમલ વ્યાસ અને રજિસ્ટ્રાર ડૉ. નિરજા જયસ્વાલ સહિતનાે સ્ટાફ પણ ભારે મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાઇ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...