તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VMC ગાઢ નિદ્રામાં: વડોદરા ડેન્ગ્યૂના ભરડામાં, શ્રવણગ્રીનમાં ડેન્ગ્યૂના 18 કેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, છતાં સેવાસદન તંત્રના પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગલોઝની પાછળ આવેલા શ્રવણગ્રીન એપાર્ટમેન્ટમાં 18 વ્યક્તિઓ હાલ ડેન્ગ્યુની સારવાર હેઠળ છે, જેમાં 1 વ્યક્તિ ગંભીર છે. ડેન્ગ્યુનો ક્હેર વધતાં સ્થાનિક રહીશોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
સમા સાવલી રોડ પર ડેન્ગ્યુનો વાવર વકરી રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર ફોગિંગ કરીને જ સંતોષ મનાઇ રહ્યો છે. સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગલોઝની પાછળ આવેલા શ્રવણગ્રીન એપાર્ટમેન્ટમાં એકસાથે ડેન્ગ્યુના 18 કેસ નોંધાયા છે, સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે એક જ બિલ્ડિંગમાં ડેન્ગ્યુના કેસ છે. ડેન્ગ્યુને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરાઇ છે.
શહેરમાં ડેન્ગ્યુએ રીતસરનો ભરડો લીધો હોય તેમ અત્યાર સુધી ડેન્ગ્યુના 200 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 875 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાયા છે. સેવાસદનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શ્રવણગ્રીન એપાર્ટમેન્ટ વિસ્તારમાં ફોંગિંગ કરાયું હતું અને ભરાયેલા પાણીમાં ઓઇલ પણ નાંખવામાં આવ્યું છે.જો કે આમ છતાં આ વિસ્તારમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે.
સઘન સફાઇ અભિયાનની માંગ
સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગલોઝ અને તેની આસપાસ શ્રવણગ્રીન એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ કરવાની સ્થાનિક રહિશોએ માંગ કરી છે. શ્રવણગ્રીન એપાર્ટમેન્ટમાં ડેન્ગ્યૂના 18 કેસ નોંધાતા રહિશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આસપાસ ભરાઇ રહેલા પાણીમાં પેદા થતાં મચ્છરોના કારણે ડેન્ગ્યૂનો વાવર વકર્યો છે, ત્યારે તાકિદે પગલાં લેવાની માંગ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો