તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂથ લેવલે જવા ભાજપના 1200 IT કાર્યકરો સક્રિય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વિધાનસભાની ચૂંટણી માટે વડોદરા શહેર જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે અને શહેર અને ગામડાઓની શેરીમાં કાર્યકર્તાઓ વચ્ચે પ્રચારનું શેરી યુદ્ધ શરુ થયું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના આઇ.ટી વિભાગના કાર્યકરો વચ્ચે  સોશિયલ મિડીયા દ્વારા વર્ચ્યુઅલ યુધ્ધ પણ જામી ચુકયું છે. મતદારોમાં સોશિયલ મિડીયાના ઉપયોગને જોતાં બંને પક્ષ હવે પ્રચારના વિવિધ મુદ્દા સોશિયલ મિડીયા પર ઉઠાવી રહ્યા છે.
 
* મધ્ય ગુજરાતમાં ભાજપના આઇડી સોશિયલ મિડીયા વિભાગમાં 10 હજારથી વધુ કાર્યકરો રોજેરોજ પ્રચાર કરે છે, જેમાં વડોદરા શહેરમાં 1200થી વધુ કાર્યકરો રોજ વોર રુમ સાથે સંકળાયેલા રહે છે.
* ચૂંટણીને અનુલક્ષીને આઇટીએસએમ દ્વારા ખાસ વોર રુમ બનાવાયો છે, જેમાં કોમ્પ્યુર, લેપટોપ અને મોબાઇલની સાથે સજ્જ કાર્યકરો જોવા મળે છે
* ભાજપના આઇટીએસએમ વોર રુમમાં કેન્દ્ર સ્તરેથી, રાજય સ્તરેથી પણ સોશિયલ મિડીયા પર પ્રચાર પ્રસાર માટે કન્ટેન્ટ આવતું રહે છે, જયારે સ્થાનિક લેવલે પણ કાર્યકરો કોંગ્રેસને જવાબ આપવા સ્થાનિક મુદ્દા ઉઠાવતાં રહે છે.વોર રુમનો માહોલમાં ખુબ જ ઉત્તેજના જોવા મળે છે.
* સવારથી મોડી રાત સુધી આઇ.ટી વોર રુમમાં કાર્યકરો સતત હાજર રહે છે. ઓછામાં ઓછા 30 કાર્યકરો દરેક સમયે વોર રુમમાં જોવા મળ્યા હતા.
* સ્થાનિક સ્તરે પ્રચાર માટે કેન્દ્ર અને રાજય સરકારના વિકાસના કાર્યો અને શહેર સ્તરે સેવાસદન દ્વારા તથા વિધાનસભા દીઠ કરાયેલા વિકાસના કાર્યો પર વધુ જોર આપવામાં 
આવે છે.
* સોશિયલ મિડીયા પર વિરોધીઓની પોસ્ટમાં જવાબ આપવા માટે પણ આ કાર્યકરો સતત તૈયાર હોય છે. તેઓ વિરોધીઓની પોસ્ટમાં સતત કોમેન્ટ કરતાં રહે છે.
 
નમો એપનો ભરપુર ઉપયોગ કરાય છે
ભાજપના આઇટી વોર રુમમાં ફેસબુક, વોટેસપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા મતદારોને આકર્ષવા પોસ્ટ મુકાય છે. નમો એપનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.રાજય સ્તરેથી મળેલા કન્ટેન્ટને ફોરવર્ડ કરાય છે.
 
હું છું વિકાસની સૌથી વધુ પોસ્ટ કરાય છે
ભાજપ આઇટીએસએમ દ્વારા વિકાસને લગતો સૌથી વધુ પ્રચાર કરાઇ રહ્યો છે. હું છું વિકાસ, હું છું ગુજરાતના સુત્ર સહિત કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસના કાર્યોને લગતી જ સૌથી વધુ પોસ્ટ વાયરલ કરાય છે.
 
 
 વોર રુમનો કાર્યકર પોલીંગ બુથ સુધી પહોંચે છે
ભાજપ આઇટી વિભાગમાં પ્રદેશ સ્તરેથી પોલીંગ બુથ સુધી વોર રુમનો કાર્યકર સંકળાયેલો છે. મધ્ય ગુજરાતમાં 10 હજારથી વધુ કાર્યકરો છે, જયારે વડોદરામાં 1200થી વધુ કાર્યકરો છે. અમે કેન્દ્ર અને રાજયના વિકાસની સાથે સ્થાનિક વિકાસને પણ સાથે જોડીએ છીએ. 
 હિતેશ પટણી, ઝોનલ હેડ, મધ્ય ગુજરાત, ભાજપ આઇટીએસએમ
અન્ય સમાચારો પણ છે...