તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: ચર્ચનું ચિત્ર દોરી ગંદુ લખાણ લખનાર વિદ્યાર્થી આચાર્યના ઠપકા બાદ ગુમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી હિલ મોમોરિયલ હાઇસ્કોલમાં ધો. 10માં અભ્યાસ કરતો અને મેથોડીસ્ટ બોઇઝ હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી ગુમ થતાં પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી છે. ગુમ થયેલ પાર્થ ચૌધરી નામના વિદ્યાર્થીએ ગઇકાલે બુધવારે સવારે સ્કૂલ પરિસરમાં ચર્ચનું ચિત્ર દોરી ગંદુ લખાણ લખ્યું હતું. જેથી સ્કૂલના આચાર્યએ ઠપકો આપી માફી પત્ર લખાવ્યું હતું. બપોર બાદથી આ વિદ્યાર્થી ગુમ છે અને તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ગુમ વિદ્યાર્થીના પરિવારજએ તેમના પુત્રનું અપહરણ નહીં પરંતુ હાઇસ્કૂલ અને હોસ્ટેલના સત્તાવાળાઓના ત્રાસથી સ્કૂલ છોડીને ફરાર થઇ ગયો હોવાનો આક્ષેપ મૂક્યો છે.
ચાર વર્ષથી હોસ્ટેલમાં રહી સ્કૂલમાં ભણતો હતો વિદ્યાર્થી
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામનો વતની પાર્થ દિલીપભાઇ ચૌધરી (ઉં.વ.15) ધોરણ 6 થી ફતેગંજ ખાતે આવેલ હિલ મેમોરિઅલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને હાઇસ્કૂલ સ્થિત મેથોડીસ્ટ બોઇઝ હોસ્ટેલના રૂમ નંબર-4માં રહેતો હતો. હાલમાં તે ધોરણ10માં અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં વ્યવસ્થા મંત્રી તરીકેનું કામ કરતો પાર્થ ગઇકાલ બુધવારે સવારે 7:30 કલાકે સ્કૂલમાં ગયો હતો. બપોરે 12:30 વાગ્યે સ્કૂલમાંથી છૂટ્યા બાદ હોસ્ટેલમાં ગયો હતો અને 1 વાગ્યે જમ્યો હતો. પરંતુ બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન અભ્યાસના સમયે હાજર ન હતો.
આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે સ્કૂલ અને હોસ્ટેલ દ્વારા વિદ્યાર્થીના પરિવારને કરાઇ ઘટનાની જાણ? વિદ્યાર્થીના પરિવારજનોએ શું કર્યા સ્કૂલ અને હોસ્પિટેલ સામે આક્ષેપ? અપહરણ વિશે શું કહ્યું વિદ્યાર્થીના પરિવારજનોએ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો