તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેન્ગ્યૂનો કહેર: MSUમાં સાયન્સ ફેકલ્ટીની GS સહિત 10 વિદ્યાર્થી ડેન્ગ્યુની ઝપેટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: એમ.એસ.યુનિ.માં હાલમાં ઇન્ટરનલ પરીક્ષાના માહોલમાં જ યુનિ.ની વિવિધ હોસ્ટેલમાં સાફ-સફાઇના અભાવે ડેન્ગ્યૂનો વાવર વધ્યો છે. સાયન્સ ફેકલ્ટીની પહેલી વિદ્યાર્થિની જી.એસ સંધ્યા રાઉત સહિત 10 વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. જેમાં સંધ્યા રાઉતની હાલત વધુ ખરાબ હોવાથી તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતાં જ યુનિ.ના વિદ્યાર્થી આલમમાં ભારે હોબાળો મચી ગયો છે.
યુનિ.ની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલ અને કેમ્પસમાં સાફ-સફાઇ ન થવાને કારણે વાઇરલ તાવ અને ડેન્ગ્યૂનો ભોગ બની રહ્યા છે. એમાંય છેલ્લા પાંચ દિવસમાં જ યુનિ.ની હોસ્ટેલ પૈકી કે.એમ.હોલ અને એન.વી.હોલ તથા ગર્લ્સ હોસ્ટેલની એસ.ડી.હોલનાં અંદાજે 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વાઇરલ તાવ અને ડેન્ગ્યૂ તાવનો શિકાર બન્યા છે. તો બીજી બાજુ યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં ઇન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો છે.
એમાંય ડેન્ગ્યૂ તાવ અને વાઇરલ તાવમાં સપડાયેલા અંદાજે 30 જેટલા વિદ્યાર્થીઓ પોતાની ઇન્ટરનલ પરીક્ષા ન આપી શકતાં વિદ્યાર્થી આલમમાં ભારે હોબાળો મચી ગયો છે. આમાં ખુદ સાયન્સ ફેકલ્ટીની જી.એસ સંધ્યા રાવત પણ ડેન્ગ્યૂનો ભોગ બની છે. સંધ્યા રાવત સહિત 10 જેટલા વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂનો શિકાર બનતાં જ યુનિ.ના છાત્રોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
સફાઇ ન થવાને લીધે જ પરિસ્થિતિ વણસી છે
હોસ્ટેલમાં સફાઇ તથા કેમ્પસમાં આવેલા ઝાડ અને તેની આસપાસ ફોગિંગ થાય તો મચ્છરોનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે. પરંતુ યુનિ.ના સત્તાધીશોનાં પગલાં ન લેવાને કારણે જ સાયન્સ ફેકલ્ટીની જી.એસ સહિત કે.એમ.હોલ અને એન.વી.હોલમાં 10 વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂ અને વાઇરલ તાવમાં સપડાયા છે. સંધ્યા રાવતને તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેનું વજન 45થી ઘટીને 40 થઇ ગયું છે. 80 હજાર બ્લડ પ્લેટ્સ કાઉન્ટ થયા હતા. જોકે આજે તેમાં થોડો સુધારો થયો છે. - નિસર્ગ જાની,વાઇસ પ્રેસિડન્ટ, આઇસા ગ્રૂપ
ખાનગી હોસ્પિટલનો ખર્ચ યુનિ. ઉઠાવશે
કેમ્પસ અને હોસ્ટેલમાં ડેન્ગ્યૂનો વાવર વધે નહીં તે માટે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ હાથ ધરી છે.યુનિ.ના હેલ્થ સેન્ટરના તબીબો દ્વારા વાઇરલ તાવ અને ડેન્ગ્યૂ તાવના ભોગ બનેલા વિદ્યાર્થીઓની સારવાર પણ હાથ ધરી છે. જે વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂ તાવને લીધે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે તેવા તમામનો ખર્ચ યુનિ.ના સત્તાધીશો ઉઠાવશે. આ ઉપરાંત ડેન્ગ્યૂ ડિટેકશન કિટ પણ દરેક હોસ્ટેલમાં આપવામાં આવી છે. - ડૉ. નિરજા જયસ્વાલ, રજિસ્ટ્રાર
અન્ય સમાચારો પણ છે...