ગુજરાતના આ શહેરમાં છે ફક્ત ૭પ લાખની પેન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આ છે ૭પ લાખની પેન

- ધી શોપી સેન્ટર આજથી સ્ક્રિ‌પ્ટ ન્યુ સ્ટોરી પ્રદર્શન શરૂ


કહેવાય છે કે કલમથી ઈતિહાસ લખાય છે, પરંતુ શહેરની ધી શોપી ગિફ્ટ આર્ટિ‌કલ શોપમાં એવી ફાઉન્ટેન પેન આવી છે કે, જે પોતે જ એક ઈતિહાસ સમાન છે. આજથી શોપીમાં શરુ થતા 'સ્ક્રિ‌પ્ટ ન્યુ સ્ટોરી’ પ્રદર્શનમાં ઈમોન્તે પેન્સ પ્રા.લિ. કંપનીની ૭પ,૦૦,૦૦૦ કિંમતની પેન ડિસ્પ્લેમાં મૂકાઈ છે. જે પહેલીવાર બન્યું છે.વિસ્કોન્તી એચઆરએલ રિપ્પલ નામની આ પેન દુનિયાની દસ મોંઘીદાટ પેનની યાદીમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. ધી શોપીના રાકેશ જીવાને કહ્યું હતું કે, 'કંપની દ્વારા આ પેનના માત્ર ૩૯ પીસ બનાવાયા છે, જેમાંથી એક આજે વડોદરામાં છે. કિંમતી ધાતુમાં બનાવાયેલી આ પેનમાં હીરા જડેલા છે.આ પેનની કિંમત તથા દેખાવ બન્ને રોયલ છે. શહેર માટે એ ગર્વની બાબત છે કે, શહેરમાં પહેલીવાર ૭પ લાખની પેન આવી છે. તેમજ કંપનીએ પણ શહેરમાં પ્રદર્શિ‌ત કરવાનો જે જુસ્સો બતાવ્યો તેથી તેમનો હું આભારી છું.’ આ એક્ઝિબિશન ૨ઓક્ટોબર સુધી ચાલશે. એક્ઝિબિશનમાં અન્ય કિંમતી તેમજ કલાત્મક પેન પણ નીહાળવા મળશે.વિસ્કોન્તિ રિપ્પલના ફિચર્સપ્રાઈઝ : ૭પ,૦૦,૦૦૦ધાતુ : વ્હાઈટ ગોલ્ડ, ૨૩ કેરેટ પેલેડીયમ મેટલ વિથ ૧૮ કેરેટ ગોલ્ડ નિબ,૬પ૦ વ્હાઈટ ડાયમંડ.ખાસિયત : માઈનસ ૩૦થી લઈને પ્લસ ૬પ ડીગ્રી સુધીના તાપમાનમાં સ્મુથ ચાલે છે અને ૧૦ મીની કારટેજમાં વપરાતી ઈંક આ પેનમાં સમાઈ જાય છે.વિશ્વની દસ કિંમતી પેનમાં આ પેને છઠ્ઠા ક્રમે સ્થાન મેળવ્યું છે.