• Gujarati News
  • 74 Bigha Land For The Stadium Instead Of 106 Resolution

સ્ટેડિયમ માટે 106ના બદલે 74 વીઘા જમીનનો ઠરાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
-સ્ટેડિયમ માટે 106ના બદલે 74 વીઘા જમીનનો ઠરાવ
-BCAના સત્તાધીશો અભ્યાસ વિના જ હોબાળો મચાવે છે
વડોદરા: સ્ટેડિયમ માટે કોટંબીની જમીનને લઈ બીસીએ સત્તાધીશો દ્વારા મચાવવામાં આવેલ હોબાળો કોઈ પણ જાતના અભ્યાસ વગર જ હોવાનું સામે આવ્યું છે.બીસીએની 15 ડિસેમ્બર 2013ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2012-13ની કાર્યસૂચી અને હિસાબો રજુ કરા્યા હતા. કાર્યસૂચી તે સમયના સેક્રેટરી સંજય પટેલ અને સચીન દલવીએ જ્યારે હિસાબો સેક્રેટરી સચીન દલવી અને ખજાનચી અરૂણ ગાંધીએ બોર્ડ સમક્ષ રજુ કર્યા હતા.

આ વિગતમાં બીસીએ દ્વારા સ્ટેડિયમ માટે 43 એકર એટલે 74 વિંધા જમીન ખરીદવાનું નક્કી કરાયાનું અને તે પૈકી 32 એકર એટલે 56 વિંધા જમીનનો દસ્તાવેજ થયાનું જાહેર કર્યું હતું.
જ્યારે હવે માત્ર 18 વિંધા જમીન ખરીદવાની બાકી હોવાનું કહ્યું છે. જે પેટે જમીન માલિકને રૂ. 7.37 કરોડ એડવાન્સ ચુકવ્યાની પણ વાત કહેવામાં આવી છે.
-AGMનો રિપોર્ટ

કાર્યસૂચિની વિગત : વાર્ષિક કાર્યસૂચિની રજુ વિગતોમાં પેજ નંબર 19 પર મુદ્દા નંબર 13માં જમીનનો મુદ્દો રજુ કરા્યો છે. જેના બી ભાગમાં ન્યુ લેન્ડ, કોટંબી કરીને નવી જમીનની કાર્યવાહી અંગે એજીએમને માહિતગાર કરાઈ છે. જેમાં કમિટિએ કોટંબી ખાતે 74 વિંધા જમીન લેવાનું નક્કી કર્યું હોવાનું કહ્યું છે. જે પૈકી 32 એકર એટલે 54 વિંધાનો દસ્તાવેજ બીસીએના નામે થયો છે અને બાકીની 11 એકર એટલે 18 વિંધા જમીન માટે કલેકટર સમક્ષ મંજુરીની
-પ્રક્રિયા ચાલી રહી છે.
ફાયનાન્સિયલ રિપોર્ટ: વાર્ષિક અહેવાલના પેજ નં. 100ના નોટ્સ ઓન એકાઉન્ટસના મુદ્દા નંબર 2માં કોટંબીની જમીન અંગે ચર્ચા કરવામાં આવી છે. જેમાં કલેકટરની પરવાનગી બાદ બીસીએ દ્વારા 1.29 લાખ ચો.મી. જમીન ખરીદી છે. જેની બનિખેતીની પરવાનગી સંબંધિત ઓથોરીટી પાસે પેન્ડીંગ છે.