SSCની માર્કશીટમાં પ્રથમ વખત બોર્ડના ૭૦ અને શાળાના ૩૦ ગુણનું મૂલ્યાંકન થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવો પ્રયાસ: શાળા અને બોર્ડની પરીક્ષાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરાશે
શાળાકક્ષાએ લેવાયેલી ૩૦ માર્ક્સની પરીક્ષાના માર્ક્સ પણ ગણતરીમાં લેવાશે
૯.૮૧ લાખ વિદ્યાર્થીઓને આપવાનું પરિણામ લગભગ તૈયાર
સફસ્ટ ટર્મના ૧પ માર્કસ અને બીજી ટર્મના ૧પ માર્કસ ગણવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ આગામી સપ્તાહમાં જાહેર થશે. આગામી સપ્તાહે જાહેર થનાર ધો.૧૦ના પરિણામની માર્કશીટમાં બોર્ડે પ્રથમ વખત જ સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગરૂપે શાળાકક્ષાએ લેવાયેલી ૩૦ માર્ક્સની પરીક્ષાના માર્ક્સને ગણતરીમાં લઇને ફાઇનલ માર્કશીટ આપવાનો નિર્ણય લીધો છે.
બોર્ડ દ્વારા ગત તા.૭મી માર્ચથી રાજ્યભરમાં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯.૮૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં વડોદરા શહેર-જિલ્લામાં ૬૨,૯૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧૬મી માર્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડે રાજ્યભરના ૯.૮૧ લાખ વિદ્યાર્થીઓની પ૮ લાખ ઉત્તરવહીઓ તપાસવાની કાર્યવાહી હાથ ધરી હતી. ૧૦મી એપ્રિલ સુધી ચાલેલી ઉત્તરવહી તપાસવાની કામગીરી બાદ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ ૭૦ માર્ક્સની પરીક્ષામાંથી મેળવેલા માર્ક્સની એન્ટ્રી કમ્પ્યૂટર પર શરૂ કરીને માર્કશીટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ફાઇનલ પરિણામ તૈયાર કરવાની કામગીરીમાં બોર્ડે પ્રથમ વખત જ સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત શાળા કક્ષાએ ફસ્ર્ટ ટર્મ તથા સેકન્ડ ટર્મમાં વિષયદીઠ ૩૦ માર્ક્સની લેવાયેલી શાળાકીય પરીક્ષાના માર્ક્સ મૂક્યા છે. જેમાં ફસ્ટ ટર્મના ૧પ માર્કસ અને બીજા ટર્મના ૧પ માર્કસ ગણવામાં આવશે. આમ ૩૦ માર્ક્સ શાળાકીય પરીક્ષાના અને બોર્ડે લીધેલી ૭૦ માર્ક્સની પરીક્ષા મળીને કુલ ૧૦૦ માર્ક્સમાંથી મેળવેલા વિદ્યાર્થીઓના માર્ક્સના આધારે જ પર્સન્ટાઇલ રેંક અપાશે.
વિદ્યાર્થીઓએ ૩૦ માર્ક્સમાંથી ૧૦ માર્ક્સ ફરજીયાત મેળવાના રહેશે. જો ૧૦ માર્ક્સ નહીં હોય તો માર્ક્સશીટમાં નીડ ફોર ઇમ્પ્રવુમેન્ટની નોંધ હશે. આ વિદ્યાર્થીઓ ટેકનીકલી ફેઇલ ગણાશે.
શાળાના ૩૦માંથી પાસ થવા માટે ૧૦ ગુણ જરૂરી છે
સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વર્ષ દરમિયાન શાળા કક્ષાએ લેવાયેલી ૩૦ માર્ક્સની પરીક્ષામાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે ઓછામાં ઓછા ૧૦ માર્ક્સ મેળવવા પડશે. ૧૦ માર્ક્સથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં નીડ ફોર ઇમ્પ્રૂવમેન્ટ્સ (એન.આઇ) એટલે પરિણામ સુધારવાની જરૂર છે તેવી ટિપ્પણી કરાશે. શાળાકક્ષાએ લેવાયેલી ૩૦ માર્ક્સની પરીક્ષા તથા ૭૦ માર્ક્સની પરીક્ષા મળીને કુલ ૧૦૦ માર્ક્સમાંથી મેળવેલા માર્ક્સના આધારે પર્સન્ટાઇલ રેંક વિદ્યાર્થીઓને મળશે. શાળાની પરીક્ષાના માર્ક્સને ઉમેરીને માર્કશીટ અપાશે.
એમ.એમ.પઠાણ, ઓએસડી, બોર્ડ, વડોદરા.
મૂલ્યોના વિકાસ માટે પદ્ધતિ આ પદ્ધતિ અપનાવાઇ
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (એસ.સી.ઇ) નો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને જે-તે વિષયની પ્રવૃત્તિ સાથે શિક્ષણ અને સતત વર્ગખંડમાં તેનું મૂલ્યાંકન કરવાનો છે. બાળકને શીખવામાં જ્યાં કચાશ રહે તે બાબત વિષય શિક્ષક દ્વારા સતત પુનરાવર્તન કરાવીને તેનું રચનાત્મક મૂલ્ય વધારી આપવું છે. ખરેખર તો વિદ્યાર્થીઓ વિષય શિક્ષણની સાથે વર્ગખંડમાં મૂલ્યો અને કૌશલ્યનું પણ શિક્ષણ મેળવીને પોતાનો વિકાસ કરે તેવો બોર્ડનો ઉદ્દેશ હોવાથી તેને માર્કશીટમાં પણ ઉર્મેયો છે.આ પ્રયાસના કારણે વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન થશે.
આર.પી.જૈન, એસસીઇ, તજ્જ્ઞ.
ધો. ૧૨ (સા.પ્ર)નું પરિણામ ૯૦„થી વધુ આવે તેવી શક્યતા
તાજેતરમાં જ જાહેર થયેલું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતાં હવે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આ વર્ષે ૯૦ ટકાથી વધુ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ધો.૧૨ સમાન્ય પ્રવાહનું પરિણામ તા.૭ થી ૧૦ જુનની વચ્ચે જાહેર થશે તેમ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં વડોદરા શહેર જિલ્લાના ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી છે. ગત વર્ષે સમાન્ય પ્રવાહનું પરિણામ ૮૦ ટકાથી ઓછુ આવ્યું હતું ત્યારે આ વર્ષે જો વિજ્ઞાન પ્રવાહની માફક સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ જો ઉંચુ આવે તો વિદ્યાર્થીઓ માટે ભારે મોટી રાહત રહેશે.
ધો.૧૦નું પરિણામ ૭ મી જૂને જાહેર થવાની સંભાવના: બોર્ડની વેબસાઇટ પર સવારે ૧૦ વાગે મૂકાશે
વડોદરા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ ૭મી જૂનના રોજ જાહેર થાય તેવી સંભાવના છે. બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૯.૮૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તા.૭મી જૂને જાહેર થનારા પરિણામમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષા મંત્રી વસુબહેન ત્રિવેદી દ્વારા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર સવારે ૧૦ વાગે પરિણામ જાહેર થાય તેવી સંભાવના બોર્ડનાં સૂત્રો વ્યકત કરી રહ્યાં છે.