વડોદરા: ગુજ્જુ છાત્રોની ખૂલી કિસ્મત, મળશે ૮પ લાખની યુરોપિયન ફેલોશિપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુનિ.નાં ૭ છાત્રોને ૮પ લાખની યુરોપિયન ફેલોશિપ
- યુરોપિયન યુનિયનની પ યુનિ.માં માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે પસંદગી
- વિદ્યાર્થીઓ સ્પેન,પોલેન્ડ, લુથનિયા, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડની યુનિ.માં ભણવા જશે

યુરોપિયન યુનિયન યુનિવર્સિ‌ટી હેઠળ પાંચ જેટલી યુનિ.માં માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે એમ.એસ.યુનિવર્સિ‌ટીનાં સાત વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે. પસંદ થયેલાં વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં શરૂ થતા નવા સત્રથી યુનિ.માં પોતાનું શૈક્ષણિક કાર્ય કરશે. વિદ્યાર્થીઓને દર મહિ‌ને ૮૦ હજારથી ૧.પ૦ લાખ સુધીની ફેલોશિપ મળશે. એમ.એસ.યુનિવર્સિ‌ટીના ઇન્ટરનેશનલ અફર્સ વિભાગે વિદેશની જુદી-જુદી યુનિવર્સિ‌ટીમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માગતાં વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને યુરોપિયન યુનિવર્સિ‌ટી સાથે એમઓયુ સાઇન કર્યો છે.
આ એમઓયુ હેઠળ યુરોપિયન યુનિયન ફંડેડ એરસમુસ મુન્ડોઝ ફેલોશિપ અંતર્ગત યુરોપની અલગ-અલગ યુનિવર્સિ‌ટીમાં ૬ મહિ‌નાથી લઇને બે વર્ષ સુધીના જુદા-જુદા માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ લઇને પોતાનો અભ્યાસ કરશે. યુરોપની યુનિ.માં પ્રવેશ લેનારાં વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે ૧ હજાર યુરોથી લઇને ૧૮૦૦ યુરોની ફેલોશિપ એટલે કે ૮૦ હજારથી લઇને ૧.પ લાખ સુધીની ફેલોશિપ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૪-૧પના વર્ષ માટે એમ.એસ.યુનિવર્સિ‌ટીમાંથી સાત વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...