સોમાતળાવ પાસે ૭ સોસાયટીનાં રહીશો ઊભરાતી ડ્રેનેજથી પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ત્રણ-ત્રણ વખત વોર્ડ કચેરીમાં રજૂઆત છતાં ઉકેલ નહી
-સ્થાનિક રહીશોમાં સેવાસદન તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ભભૂકી ઊઠયો

શહેરના ડભોઇ રોડ-સોમા તળાવ પાસે આવેલી ગિરિરાજ રેસિડેન્સી સામે મેઇન રોડ ઉપર છેલ્લા છ મહિ‌નાથી ઊભરાઇ રહેલી ડ્રેનેજને કારણે આસપાસની સાત સોસાયટીનાં અંદાજે ૨પ૦૦ રહીશોને દુર્ગંધ, મચ્છરોના ત્રાસ અને પીવાનું પાણી દૂષિત થવા સહિ‌તની અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ કચેરીમાં ત્રણ-ત્રણ વખત લેખિત રજૂઆત છતાં આ દિશામાં કોઇ પગલાં ન લેવાતાં સ્થાનિક રહીશોમાં સેવાસદન તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ભભૂકી ઊઠયો છે.

સોમાતળાવ પાસે વૈષ્ણવપાર્કની પાછળ ગિરિરાજ રિેસડન્સી આવેલી છે. જેની સામે મેઇન રોડ ઉપર ડ્રેનેજની લાઇન ગત ઓક્ટોબર મહિ‌નાથી લીક થઇ તેમાંથી દુર્ગંધ મારતું ગંદું પાણી મેઇન રોડ ઉપર ફેલાઇ રહ્યું હોઇ મેઇન રોડ ઉપર ડ્રેનેજનાં પાણીનો ભરાવો થયો છે. એટલું જ નહીં, છ-છ મહિ‌નાથી ઊભરાતી ડ્રેનેજના ગંદા પાણીનો નિકાલ ન થતાં હવે આ દુર્ગંધ મારતા પાણીનો કોમન પ્લોટમાં ભરાવો થઇ રહ્યો છે. ગિરિરાજ રેસિડેન્સીનાં રહીશો દ્વારા વોર્ડ નં.૩ ની કચેરીમાં તા.૮ ઓક્ટોબર-૨૦૧૩, તા.૧૭ જાન્યુ.૨૦૧૪ અને છેલ્લે તા.૨ માર્ચના રોજ લેખિતમાં ફરિયાદ કરાઇ હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...