અશાંતધારાના ભંગ બદલ ગોરવાની ૬ કરોડની જમીનનું વેચાણ રદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પાવર ઓફ એટર્નીના આધારે થયેલ દસ્તાવેજમાં જમીનમાલિકે અપીલ કરી હતી
-પ્રાંત અધિકારીની કોર્ટમાં અપીલ ચાલી જતાં અશાંત ધારા હેઠળ દસ્તાવેજ ખોટો સાબિત થયો

વડોદરા શહેરમાં અશાંતધારાનો અમલ શરૂ થયા બાદ પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અશાંતધારાના કાયદાનો ભંગ કરી વેચવામાં આવેલી ગોરવાની ૬ કરોડની અંદાજિત બજાર કિંમતની જમીનનો દસ્તાવેજ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પાવર ઓફ એટર્નીના આધારે થયેલ દસ્તાવેજમાં જમીન માલિકે અપીલ કરી હતી. જેમાં પ્રાંત અધિકારીએ અશાંતધારા હેઠળનો મુદ્દો ઉપસ્થિત થતાં દસ્તાવેજ ખોટો સાબિત કરી તેને રદ કરવાનો આદેશ કર્યો હતો.

ગોરવાની રેવન્યુ સર્વે નંબર ૬૩૨ની આશરે ૨પ હજાર ચોરસ ફૂટ જમીન કે જેની અંદાજે બજાર કિંમત ૬ કરોડની આંકવામાં આવે છે તે મહેન્દ્રભાઈ પરષોતમભાઈ પંડયા, વિષ્ણુભાઈ પરષોતમભાઈ પંડયા, હરિશંકર પરષોતમભાઈ પંડયા, ઈશ્વરભાઈ પરષોતમભાઈ પંડયા, વિદ્યાબેન પરષોતમભાઈ પંડયા અને શકુંતલાબેન પરષોતમભાઈ પંડયાની સંયુક્ત માલિકીની હતી. આ જમીન તમામના પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી હરણી વિજયનગરના રહેવાસી નવીન રામગોપાલ ગોરાનાએ છત્રસિંહ રૂસ્તમભાઈ ટાંકને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી હતી.

આ જમીન હિંદુ બહુમતીના વિસ્તારમાં આવતી હોઈ અશાંતધારાની પરવાનગી નહોતી લીધી અને પાવર ઓફ એટર્નીનો ખોટો ઉપયોગ કર્યો હોવાના મામલે જમીન માલિકોએ પ્રાંત અધિકારી સમક્ષ વેચાણ એન્ટ્રી રદ કરવા માટે અપીલ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતાં પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે અશાંત ધારાની પરવાનગી ન લીધી હોઈ વેચાણ દસ્તાવેજ નંબર ૬૭૦૭ રદ કરવાનો આદેશ કર્યો હતો. અશાંત ધારા હેઠળ દસ્તાવેજ રદ કરવામાં આવ્યો હોય તેવો શહેરનો આ પ્રથમ કિસ્સો છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...