• Gujarati News
  • 47,000 Demat Accounts In The Transfer Of VSE Into VSSL

આખરેVSEનાં ૪૭,૦૦૦ ડીમેટ એકાઉન્ટ્સ VSSLમાં ટ્રાન્સફર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બોર્ડ મિટિંગમાં નવ મહિ‌નાથી ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું
-દસ દિવસની મર્યાદામાં ડીપી એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનાં રહેશે

વડોદરા સ્ટોક એક્સચેન્જ લીમીટેડ (વીએસઇ)ના ડીપી એકાઉન્ટ્સને ટ્રાન્સફર કરવા માટે છેલ્લા નવ મહિ‌નાથી ગૂંચવાયેલુ કોકડુ આખરે મંગળવારે મળેલી બોર્ડ મિટીંગમાં ઉકેલાયુ હતુ. જેમાં ૪૭ હજાર ડીમેટ એકાઉન્ટસને તેની પેટા કંપની વડોદરા સ્ટોક સર્વિ‌સીસ લિમીટેડમાં ટ્રાન્સફર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

વીએસઇ અને તેની પેટા કંપની વીએસએસએલ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ડીપી એકાઉન્ટ્સ ટ્રાન્સફર કરવા, નવા ડીપી એકાઉન્ટ્સ શરૂ કરવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર-સ્ટાફની ટ્રાન્સફર કરવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે જ પીઆઇ ડાયરેકટર રાજેશ નાગડાએ પીઆઇ ડાયરેકટર અને કાર્યકારી ચેરમેન પદેથી તાજેતરમાં રાજીનામું આપતાં હોબાળો મચી ગયો છે. આ વિવાદ વચ્ચે જ સીડીએસએલે ડીપી એકાઉન્ટ્સ ટ્રાન્સફર કરવા અંગે આખરી અલ્ટીમેટમ આપતાં જ વીએસઇના એમ.ડીએ સોમવારે બોર્ડ મીટીંગ બોલાવી હતી. જોકે બોર્ડ મીટીંગમાં બે પબ્લીક ઇન્ટરેસ્ટ ડાયરેકટર ગેરહાજર રહેતાં ફૂલ કોરમના અભાવે બોર્ડ મીટીંગ પુન: મુલતવી રાખવામાં આવી હતી.

જે અન્વયે, મંગળવારે વીએસઇની બોર્ડ મિટીંગ બોલાવવામાં આવી હતી અને તેમાં તા.૧પમી માર્ચ સુધીમાં નિર્ણય લેવાના અલ્ટીમેટમ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણા બાદ ૪૭ હજાર ડીમેટ એકાઉન્ટસને વીએસએસએલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી દસ દિવસમાં કરવામાં આવનાર છે અને તેના માટે સ્ટેક હોલ્ડરના મંતવ્યો જાણવામા આવનાર છે. જોકે, આગામી દસ દિવસમાં જે તે હોલ્ડર કોઇ જવાબ ન આપે તો તેને હકારાત્મક અભિપ્રાય ગણીને તેના એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તદુપરાંત,ટુંક સમયમાં નવા એકાઉન્ટ ખોલવા માટેની કવાયત પણ શરૂ કરવામાં આવનાર છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...