વડોદરા જિ.પં.માંથી ૪પ „ કર્મચારીઓ છોટાઉદેપુરમાં જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-વિભાજન પછી સ્ટાફની અછત
-જે કર્મચારીએ માગણી કરી હશે તેમને નવા જિલ્લામાં શિફ્ટ કરાશે

વડોદરા જિલ્લામાંથી નવા છોટાઉદેપુર જિલ્લાનું વિભાજન થયા બાદ નવા જિલ્લાની જિ.પં. નજીકના દિવસોમાં અસ્તિત્વમાં આવશે. જેથી નવી રચાનારી છોટાઉદેપુર જિલ્લા પંચાયત માટે વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ૪પ ટકા સ્ટાફ ફાળવાશે તેમ જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧પ ઓગસ્ટના જાહેરનામાંથી વડોદરા જિલ્લાનું વિભાજન કરી નવો છોટાઉદેપુર જિલ્લો રચવામાં આવ્યો છે. નજીકના દિવસોમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની રચના કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની હિ‌લચાલ હોઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માટે સ્ટાફની ફાળવણી અંગેની દિશાની વડોદરા જિલ્લા પંચાયતે કવાયત હાથ ધરી છે.

જે સંદર્ભે વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ જે છોટાઉદેપુર જિલ્લામાં જવા ઇચ્છતા હોય તો તેમની પાસેથી જિલ્લાની પસંદગીનો વિકલ્પ માંગવામાં આવ્યો છે. દરમિયાન વડોદરા જિ.પં.માંથી ૪૦ થી ૪પ ટકા સ્ટાફ છોટાઉદેપુર જિ.પં. માટે ફાળવાશે તેમ જિલ્લા વિકાસ અધિકારી રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સરકારમાંથી સૂચના મળ્યા બાદ સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા કરાશે. જે કર્મચારીઓએ માંગણી કરી હશે તેમને તો નવા જિલ્લામાં શિફ્ટ કરાશે જ. પરંતુ પૂરતો સ્ટાફ નહીં થતો હોય તો આ માટે સરકાર દ્વારા બનાવવામાં આવનાર નિયમોનું પાલન કરી સ્ટાફ ફાળવાશે.