• Gujarati News
  • 4 Stations Including Vadodara, Soon The Ticket Windows Of The Facility Start Latest News

વડોદરા સહિત 4 સ્ટેશન પર ‘જલ્દી ટિકિટ વિન્ડો’ ની સુવિધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ‘જલ્દી ટીકીટ વિન્ડો’ નામનું અલગ કાઉન્ટર શરુ કરવામાં આવ્યું છે.)
-વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા સુવિધા વધારાઈ

વડોદરા:હવે પ્રવાસીઓએ વડોદરાથી મુંબઈ સેન્ટ્રલથી લઈ સુરત, ભરૂચ, અંકલેશ્વર કે પછી અમદાવાદ, નડિયાદ કે આણંદ જેવા સ્ટેશનો પર જવા માટે લાંબી ભીડનો સામનો કરવો નહીં પડે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુરૂવારથી વડોદરા સહિત ચાર સ્ટેશનોએ પ્રવાસીઓને એક મિનિટના વિલંબ વિના સરળતાથી ટીકીટ મળી શકે તે હેતુસર ‘જલ્દી ટીકીટ વિન્ડો’ નામનું અલગ એક કાઉન્ટર પ્રાયોગિક ધોરણે શરૂ કર્યું છે.