વડોદરા: બે ઘરનાં તાળાં તોડી તસ્કરો ફાવી ગયા, ૪.૬૪ લાખનો હાથફેરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-શહેરમાં બે ઘરનાં તાળાં તૂટયાં ૪.૬૪ લાખની મતાની ચોરી
-તસ્કરોએ બે સ્થળે ચોરી કરતાં ચકચાર
-દીકરાના ઘરે ગયેલા વૃદ્ધર તેમજ લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી ચોરી

શહેરમાં આનંદપુરા ગર્વમેન્ટ પ્રેસની બાજુમાં રહેતા એક નિવૃત વૃદ્ધના મકાનને અને કીર્તિ‌મંદિર પાસે ગર્વમેન્ટ સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા સ્ટાફનર્સના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કુલ ૪.૬૪ લાખની મતાની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવની મળતી વિગત એવી છે કે, દિલીપ રણછોડલાલ તલાટી રાવપુરામાં સરકારી પ્રેસ પાસે આવેલા આનંદપુરામાં રહે છે. તેઓ એસ.એસ.જી. હોસ્પિટલ સામે આવેલા પેટ્રોલપંપમાં અગાઉ ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ નિવૃત જીવન વિતાવે છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે જેમના લગ્ન થઈ ગયા છે.

તેમના બંને દીકરા અલગ-અલગ રહે છે. શનિવારે સાંજે પ કલાકે તેઓ તેમના કારેલીબાગમાં રહેતા નાના દીકરા અમિતના ઘરે ગયા હતા. દરમ્યાન રાત્રે તેઓ ત્યાં જ રોકાયા હતા. રવિવારે સવારે ૯ કલાકે તેઓ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાની સાંકળ કોઈ સાધન વડે તોડેલી હોવાનું જોયું હતું. તેમણે ઘરમાં તપાસ કરતા તેમના ઘરમાં રહેલી ત્રણેય તિજોરીઓને સાધન વડે તોડી તેમાંથી રોકડા રૂા. ૪૪ હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ ૪.૦૪ લાખની મતાની ચોરી થઈ હતી. બનાવની જાણ તેમના દીકરાઓને કરી હતી.

આ અંગે વધુ વાચંવા તસવીર પર ક્લિક કરો...