વડોદરા: સગા કાકાએ 3 વર્ષની ભત્રીજી પર રેપ કર્યો, આરોપી ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
રમાડવા લઇ ગયા બાદ ૩ વર્ષીય બાળકી પર સગા કાકાનું દુષ્કર્મ
- બાળકીની હાલત ગંભીર : દુષ્કર્મ ગુજારી પલાયન થઈ ગયેલા કાકાની પોલીસે શોધખોળ આદરી
-બાળકી પર હીનકૃત્ય આચરનાર કાકા પર ફરાર


વડોદરા: વડોદરા તાલુકાના એક ગામમાં ૩ વર્ષીય બાળકી પર તેના સગા ૩૦ વર્ષીય કાકા દ્વારા જ દુષ્કર્મ કરાતાં ભારે ચકચાર મચી ગઈ હતી. બાળકીને રમાડવાને બહાને સોમવારે રાત્રે દુષ્કર્મ કરાયું હોવાની વાત મળતાં જ જવાહરનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.મૂળ યુપીના વતની અને છેલ્લા બે વર્ષથી વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી ૩ વર્ષીય બાળાના પિતા ખાનગી કંપનીમાં મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના કાકા પણ તે જ કંપનીમાં મજૂરીકામ કરે છે. સોમવારે રાત્રે જ્યારે તેના પિતા મજૂરીકામે ગયા હતા ત્યારે તેનો સગો કાકો ઘરે આવી તેની માતા પાસેથી બાળાને રમાડવાને બહાને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેને ત્યાં જ સુવડાવી દીધી હોવાનું જણાવ્યું હતું.

સવારે જ્યારે પુત્રીને જોવા માટે અધીરી બનેલી માતા તેના જેઠના ઘરે પહોંચી ત્યારે તેને લોહીલુહાણ હાલતમાં પોતાની પુત્રી મળી આવી હતી. તેણે જોયું કે તેના કાકાએ ઘરના દરવાજે લોક લગાવેલું છે. તેની માતાએ પુત્રીને સઘળી હકીકત પૂછી ત્યારે સમસ્ત મામલો સામે આવ્યો હતો. માતાએ તુરંત પડોશીની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન માટે સંપર્ક કરી તેની પ્રથમ સારવાર માટે બાજવા સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાંથી તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. જવાહરનગર પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

સગા કાકાએ જ ભત્રીજી સાથે કુકર્મ કરતા સમગ્ર પંથકમાં આરોપી નરાધમ કાકા સામે ફીટકારની લાગણી, વાંચવા માટે ફોટો બદલો