તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૩ વોર્ડમાં લક્ષ્યાંક કરતાં 25% ઓછો વેરો ભરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વોર્ડનં૬માંથી ૭૨.૯૬„, વોર્ડનં-૧૦માંથી ૭૬.૩૮„ અને વોર્ડનં-૧૧માંથી ૭૨.૯પ„ વેરાની આવક

શહેરના પ‌શ્ચિ‌મ ઝોનના ત્રણ વહીવટી વોર્ડમાં વેરા ભરવાની મુદત શુક્રવારે પૂરી થઇ હતી. પંદર દિવસની મુદત વધાર્યા પછી પણ સેવાસદનની તિજોરીમાં આ ત્રણેય વહીવટી વોર્ડમાં લક્ષ્યાંક કરતા ૨પ ટકા આવક ઓછી આવી છે.

શહેરના પ‌શ્ચિ‌મ ઝોનના વહીવટી વોર્ડર્‍નં-૬,૧૦ અને ૧૧ના દોઢ લાખ નાગરિકોને વેરા બિલોની બજવણી તા.૭મી મેથી શરૂ કરી દેવામાં આવી હતી.અલકાપુરી, અકોટા, સુભાનપુરા, ગોરવા, જેપી રોડ, વાસણા, તાંદલજા, ગોત્રી રોડ સહિ‌તના પ‌શ્ચિ‌મ વિસ્તારમાંથી ૧૩૭ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તા.૨૦મી જૂને આ ત્રણેય વોર્ડમાં વેરા ભરવાની મુદત પુરી થઇ હતી પણ ચોમાસાને ધ્યાનમાં રાખી વધુ પંદર દિવસની મુદત આપવામાં આવી હતી. આ મુદત તા.પમી જુલાઇએ એટલે કે શુક્રવારે પૂરી થતાં છેલ્લી ઘડી સુધી વેરો ભરવા માટે વોર્ડ કચેરીઓમાં કતારો પડી હતી. મુદત પૂરી થતાં સુધીમાં વોર્ડનં-૬માં કરંટ ડીમાન્ડના ૭૨.૯૬ ટકા, વોર્ડનં-૧૦માં ૭૬.૩૮ ટકા અને વોર્ડનં-૧૧માં ૭૨.૯પ ની વસૂલાત થતા કુલ ભરણુ ૧૦૩.૮૬ કરોડનુ થયુ હતુ.

આ મુદત પૂરી થતા હવે બાકીદારોની મિલકત સીલ કરવા, પાણી કનેકશન કાપવા તેમજ વોરંટ ઇસ્યુ કરવા સહિ‌તની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વહીવટી વોર્ડનં-૧,૨,૩,૪,૯ અને ૧૨ના કરદાતાઓએ બિલ ભરવાની મુદત તા.૧પમીએ પુરી થઇ રહી છે.