3 લૂંટારાને યુવકે ઝડપી પોલીસને હવાલે કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ઝડપાયેલા યુવકો જોઇ શકાય છે)
- 3 લૂંટારાને યુવકે ઝડપી પોલીસને હવાલે કર્યા
- શિકારી ખુદ યહાં શિકાર હો ગયા...લૂંટ કરવા જતા ત્રણેયને જેલમાં જવાનો વારો આવ્યો
વડોદરા : વડસર જ્યુપિટર ચાર રસ્તા પાસે રવવિારે રાત્રે બાઇક પર સવાર થઈ ત્રણ લૂંટારુઓએ રસ્તો પૂછવાના બહાને યુવક પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી હતી. જોકે, યુવકે સમયસૂચકતા વાપરી ત્રણેય લૂંટારુઓને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. જ્યુપિટર ચાર રસ્તા પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં નરૂ માલા ખરાડિયા (મૂળ રહે. દાહોદ) રહે છે. મજૂરી કરી પોતાનું જીવન ગુજારે છે. રવવિારે રાત્રે સાડા દસ કલાકે તે જમીપરવારીને ઘરે બહાર બેઠો હતો. દરમ્યાન ત્રણ યુવકો પલ્સર બાઇક પર આવ્યા હતા.

તેમણે બહાર બેઠેલા યુવકને માંજલપુર ગામ ક્યાં આવેલું છે, અમે લોકો બહારથી આવીએ છીએ તેમ જણાવી ત્રણ લૂંટારુ યુવકો પૈકી એક યુવક તેની પાસે આવ્યો હતો. તેણે નરૂ ખરાડિયાના હાથમાંના મોબાઇલની લૂંટ ચલાવી હતી. તે યુવક ઝડપથી તેની બાઇક પર બેસી ત્રણેય યુવકો ફરાર થવા જતા હતા. જોકે, નરૂ ખરાડિયાએ સમયસૂચકતા વાપરીને તુરંત જ તેમની બાઇકને પાછળથી પકડી પાડી તેમને ત્રણેયને બાઇક પરથી નીચે પાડી દીધા હતા. બૂમાબૂમ કરતાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

લોકોએ ભેગાં મળી ત્રણેય યુવકને ઝડપી પાડી બીજી તરફ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. માંજલપુર પોલીસેે ત્રણેય યુવકોની પૂછપરછ હાથ ધરતાં એક યુવક મુકુંદ શ્રીનવિાસ ઉપાધ્યાય (રહે. પાવનધામ સોસાયટી, મકરપુરા), વિપુલ રઘુનાથસીંગ રાજપૂત (રહે. વૈકુંઠધામ, મકરપુરા) અને પ્રફુલ્લ અજય શર્મા (વૈકુંઠધામ, મકરપુરા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી લૂંટનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રથમ વખત જ લૂંટનો પ્રયાસ કર્યો
લૂંટના બનાવમાં ઝડપાયેલા ત્રણેય યુવકો કોઈ ગુનાહિત ભૂતકાળ ધરાવતા નથી. પ્રફુલ્લ શર્માના પિતા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. જ્યારે વિપુલ રાજનાથસીંગ રાજપુત છૂટક કામ કરી રોજગારી કરે છે. વધુ પૈસા કમાવવા માટે તેઓએ પ્રથમ વખત જ આ કૃત્ય કર્યું હતું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભવિષ્યમાં તેનું સન્માન કરવામાં આવશે. જેથી અન્ય લોકોને પણ તેનામાંથી પ્રેરણા મળે.
- એન.એમ. ઘોડ, PI માંજલપુર