તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-આરોપી મૂકેશ અખબાર વાંચ્યા બાદ ચોરીનો પ્લાન કરતો હતો
-પોલીસે આ ત્રણે શખ્સ પાસેથી ૧ લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો
મકરપુરા તેમજ પોર જી.આઇ.ડી.સી.સહિતના વિસ્તારમાં ૨૪થી વધુ ચોરીઓ કરી હાહાકાર મચાવનાર ત્રણ તસ્કરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયાં હતા. તપાસ દરમિયાન આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયા હોવાનું તેમજ એક આરોપી તો રોજ ચોરી કર્યા બાદ ચોરીના સમાચાર અખબારમાં છપાયા છે કે કેમ ? તેની માહિતી મેળવ્યાં બાદ વધુ ચોરીનો પ્લાન બનાવતો હતો. ડી.સી.પી. ક્રાઇમ જયપાલસિંગ રાઠોડે ચોરીઓના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની સુચના આપી હતી. દરમિયાનમાં પી.આઇ.પી.જી. જાડેજાને બાતમી મળી હતી કે, ત્રણ તસ્કરોએ અસંખ્ય ચોરીઓ કરી છે.
આ બાતમીના આધારે પી.એસ.આઇ. બારોટ તેમજ કોન્સ્ટેબલ સંજયબેડરોએ ચોરીમાં સંડોવાયેલ મહેશ ઉર્ફે લાલો રમણભાઇ બારીયા, ઇન્દર ઉર્ફે ન્દ્રો રામફેર પટેલ અને સુનીલ અંબાલાલ રાઠવાને ઝડપી પાડયાં હતા.
ધરપકડ બાદ પોલીસે આ ત્રણે શખ્સ પાસેથી મોબાઇલ ફોન, મોટર સાઇકલ, ગ્રાઇન્ડર મશીન સહિતનો રૂા.૧ લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં જ ત્રણે આરોપીઓએ ૨૪ જગ્યાએ ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં આરોપી મુકેશ જણાવ્યું હતું કે, ચોરી કર્યાના બીજજા દિવસે તે તમામ છાપા જોતો હતો અને ચોરીની ફરિયાદ દાખલ થઇ છે કે કેમ ? તેની વિગતો મેળવતો હતો.
જો ગુનો દાખલ થયો હોય તો થોડા દિવસ માટે ચોરીઓ કરતાં ન હતા અને જો ગુનો દાખલ ન થાય તો ફરી ચોરીઓ કરવાનું શરૂ કરતાં હતા. પૂછપરછ દરમિયાન આરોપી મહેશ ઉર્ફે લાલ અગાઉ પણ ૧પ થી ૨૦ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ હોવાનું તેમજ તેને પાસા થઇ હોવાનું પણ ખુલવા પામ્યું હતું.જ્યારે આરોપી સંજય રાઠવાએ મકરપુરામાં અગાઉ ચોરી કરતી વખતે વોચમેનને ઇંજા પહોંચાડી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ અન્ય ઘણી ચોરીઓમાં પણ સંડોવાયેલા હોવાનું ખુલતા ત્રણે શખ્સની પૂછપરછ હાથ ધરી છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....
પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.