હાસ્પિટલની બેદરકારી,૩ કલાક સુધી દર્દીને સ્ટ્રેચર પર રિબાવવું પડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કરોડોના ખર્ચા બાદ પણ સુવિધાઓનો અભાવ
-રિફર નોટ આપવા માટે દર્દીનાં સગાંને ગોળ ગોળ ફેરવ્યાંનો આક્ષેપ
-ગોત્રી હોસ્પિટલમાં દર્દીને ૩ કલાક સુધી સ્ટ્રેચર પર રિબાવવું પડયું

ગોત્રી હોસ્પિટલમાં કરોડોના ખર્ચા બાદ પણ સુવિધાઓનો અભાવ હોઈ દર્દીઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. હોસ્પિટલમાં અસુવિધા ઊભી થતાં દર્દીઓને આખરે સયાજી હોસ્પિટલમાં રિફર કરાય છે. ગોત્રી ગામમાં હરિભાઈની ચાલીમાં રહેતા ૭૬ વર્ષીય નિર્મળાબેન શાંતિલાલ જોશીને મહિ‌ના અગાઉ મણકામાં દુ:ખાવો થયાં બાદ તેમનો કમરથી નીચેના ભાગનું હલનચલન બંધ થઈ ગયું હતું. તેમનો ભાણીયો અમિત ભટ્ટ તેમને લઈ ગોત્રી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો.

અમિતભાઈએ જણાવ્યું કે ત્યારે મને હોસ્પિટલના સ્ટાફ દ્વારા જવાબ અપાયો હતો કે તેમને સયાજી હોસ્પિટલમાં લઈ જવા પડશે કારણકે અમારે ત્યાં કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાર બાદ તેઓ તેમને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં દર્દીનો એક્સરે અને સીટી સ્કેન કરાયુ હતું જેને આધારે તબીબે જણાવ્યું કે નોર્મલ છે. ત્યાર બાદ તેમને ઘરે લઈ આવ્યા હતા. અમિતભાઈને શંકા જતાં તેમણે તેમને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેમના કમરના એક્સરેમાં ત્રણ મણકા ઘસાઈ ગયા હોવાનું નિદાન થયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબે તેમને તુરંત સરકારી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...