મોદીની શપથવિધિમાં આ 20 આગેવાનોને સ્થાન, કરશે વડોદરાનું પ્રતિનિધિત્વ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોદીની શપથવિધિમાં ૨૦ આગેવાનો પણ જોડાશે
- વડોદરાથી રાજા અને પ્રજા સિવાય...

- નામાવલિને મોડી રાતે મંજુરીની મહોર મારીને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા

પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદના શપથવિધી સમારોહ સોમવારે નવી દિલ્હીમાં યોજાનાર છે ત્યારે તેમાં ભાગ લેવા માટે શહેર જિલ્લા ભાજપ આગેવાનોની નામાવલિને મોડી રાતે મંજુરીની મહોર મારીને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએને સૌથી વધુ બેઠકો મળતા રાષ્ટ્રપતિએ ભાજપ-એનડીએને સરકાર બનાવવા માટે આામંત્રણ આપ્યુ હતુ. ભાજપ તરફથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનુ નામ ચૂંટણી પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ અને નરેન્દ્ર મોદીએ વડોદરામાંથી ચૂંટણી પ.૭૦ લાખની વિક્રમી મતોથી જીતી હતી.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે શપથવિધી સમારોહ તા.૨૬મીએ દિલ્હીમા ંયોજાનાર છે અને તેમાં હાજર રહેવા માટે વડોદરા બેઠકના નરેન્દ્ર મોદીના ઉમેદવારીપત્ર નોંધાવનારા ચાર ટેકેદારો રાજમાતા શુંભાગીનીદેવી ગાયકવાડ, કિરણ મહિ‌ડા(ચાવાળા),ભુપેન્દ્ર પટેલ(પ્રથમ શહેર ભાજપ પ્રમુખ) અને નીલાબહેન દેસાઇ(ભાજપના માજી પ્રદેશ પ્રમુખ સ્વ.મકરંદ દેસાઇના પત્ની)ને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ચાર ટેકેદારોની સાથોસાથ શહેર જિલ્લામાંથી ૩૦ની યાદી પણ મોકલવામાં આવી હતી. રવિવારે મોડી રાતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથવિધી સમારોહ માટે અગ્રણીઓના પાસ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જેમના નામના પાસ ઇશ્યુ કરાયા છે તે આગેવાનો સોમવારે બપોર સુધીમાં દિલ્હી પહોંચી જશે. તેમ શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે જણાવ્યું હતું.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...