તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનીઓની ધનતેરસ ફળી, વેચાયું 20 કરોડનું સોનુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ધનતેરસે ૨૦ કરોડનું સોનું ખરીદાયું
-સોનાના ભાવ વધુ હોવા છતાં શુકનનું સોનું ખરીદતાં શહેરીજનો: બેંકોની કામગીરી વધી
-રાત્રે ૯ વાગ્યા સુધી ખરીદીનો ધમધમાટ
-સોનાની ખરીદીમાં રવિ પુષ્યામૃત યોગને પણ પાછળ રાખતી ધનતેરસ
-રવિપૂષ્યના દિવસ કરતાં સોનાના ભાવમાં ૬૦૦થી ૭૦૦નો ઘટાડો

દિવાળી પર્વ દરમિયાન પાંચ દિવસ અગાઉ રવિપુષ્ય નક્ષત્રના યોગમાં થયેલી ખરીદીની સરખામણીમાં આજે શુક્રવારે ધનતેરસના પાવન પર્વે ૨પ થી ૩૦„ બિઝનેસ વધતાં ૨૦ કરોડના સોના-ચાંદીની ખરીદી થઇ હતી. બીજી તરફ છેલ્લા ૪ દિવસમાં બેંકોમાં ૨૦૦૦ કરોડનું ક્લિયરિંગ થવાથી બજારોમાં દિવાળીની છેલ્લા દિવસોની ધૂમ ખરીદી નીકળી હતી.

રવિપુષ્ય નક્ષત્રના યોગમાં રવિવારે ઝવેરી બજારમાં ૪૦„ થી ૪પ„નો બિઝનેશ રહેવાથી નિરાશ થયેલા ઝવેરીઓ-સોનીઓના ચહેરા પર આજે ધનતેરસ પર્વે નીકળેલી ખરીદીને લઇ રોનક અને ખુશી જોવા મળી હતી. શુક્રવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રતિ ઔંશ સોનાના ભાવમાં ઘટાડો થતાં તેની સીધી અસર સોનાના ભાવ પર વર્તાઇ હતી. પરિણામે ધનતેરસ પર્વે સોનાની ૧૦ ગ્રામની લગડી-સિક્કાનો ભાવ રવિવાર કરતાં ૬૦૦ થી ૭૦૦ જેટલો ઓછો રહ્યો હતો. જેથી આજના દિવસે ખરીદી ૨પ„ થી ૩૦„ વધી હોવાનું બુલિયન એનાલિસ્ટ નવીનભાઇ સોનીએ જણાવ્યું હતું.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...