વડોદરામાં કાગળ મૂકી અઢી લાખનું હીરાજડિત બ્રેસલેટ સેરવી લીધું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાગળ મૂકી અઢી લાખનું હીરાજડિત બ્રેસલેટ સેરવી લીધું અલકાપુરીના શો-રૂમમાં દાન લેવા મૂકબધીરના સ્વાંગમાં આવેલા શખ્સનું પરાક્રમ દાન લેવાના બહાને ધાપ મારી ગઠિયો શો-રૂમમાંથી બહાર નીકળી ગયો અલકાપુરી બીપીસી રોડ પરના સીએમ જ્વેલર્સમાં મૂકબધીરના સ્વાંગમાં આવેલો શખ્સ હીરાજડિત બ્રેસલેટ સેરવી પલાયન થઇ ગયો હતો. શહેરના દાંડિયાબજાર અરિહંત કોમ્પ્લેક્ષમાં રહેતા સંકેત બિપીનભાઇ સોની અલકાપુરી બીપીસી રોડ પરના ગામઠી કોમ્પ્લેક્ષ સ્થિત સીએમ જ્વેલર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. શનિવારે સવારે તેઓ શો-રૂમમાં હાજર હતા ત્યારે સાડા દસ વાગ્યાના સુમારે મૂકબધીર સંસ્થાનો કાગળ લઇ એક શખ્સ દાન લેવા માટે આવ્યો હતો. તેઓ ફોન પર વ્યસ્ત હતા જ્યારે સેલ્સ ગર્લ દાગીના કાઉન્ટર પર મૂકી સફાઇ કરતી હતી. શખ્સે સોનાનાં હીરાજડિત બ્રેસલેટ કાગળ મૂકી સેરવી લીધો હતો.અને શો-રૂમની બહાર નીકળી ગયો હતો. બ્રેસલેટ ગાયબ હોવાનું જણાતાં સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. જેમાં ગઠિયો કેદ થઇ ગયો હોઈ મેનેજરે રૂ. ૨.પપ લાખની કિંમતના બ્રેસલેટની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ગઠિયો ફટાફટ ચોરી કરી ફટાફટ ભાગ્યો શો-રૂમમા મૂકબધીરની જેમ ઇશારા કરતી એક વ્યક્તિ આવી હતી. હું ફોન પર વાતચીત કરતો હતો ત્યારે સેલ્સગર્લ પાસે ઊભો રહી હીરાજડિત બ્રેસલેટ પર કાગળ મૂકી ચોરી કરી બહાર નીકળી ગયો હતો. અમે પોલીસને સીસીટીવી ફૂટેજ આપ્યા છે. સંકેત સોની , શો-રૂમના મેનેજર સાથે ટેલિફોનિક વાતચીતના આધારે દસ મિનિટનું ફૂટેજ મળ્યું જ્વેલર્સના શો-રૂમમાં સવારે ૧૦:૩૬ મિનિટે ગઠિયાએ પ્રવેશ કર્યો હતો. મૂકબધીર સંસ્થામાંથી આવ્યો હોય તેવો ઇશારો કરી દાન માગ્યું હતું. સાફસફાઇમાં વ્યસ્ત સેલ્સગર્લની નજર ચૂકવી ગઠિયાએ સોનામાં હીરાજડિત બ્રેસલેટ પર કાગળ મૂકી ઉઠાવી લીધો હતો. તેની તમામ ગતિવિધિ કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ૧૦:૪૬ મિનિટ સુધી કેમરામાં તેના ફૂટેજ દેખાયા હતા.આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બ્રેસલેટ લઇને ભાગી છુટેલાં ગઠિયાની તપાસ હાથ ધરી છે.