તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 18,000 Workers Will Be Entitled To Pay Upfront Or Teachers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્ચક પગારવાળા વિદ્યાસહાયકો ૧૮૦૦૦ પગારના હક્કદાર બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે જિલ્લાનાં ૬૦૦ પ્રાથમિક શિક્ષકોને પૂરા પગારના ઓર્ડર અપાશે

વડોદરા-છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ૩૦૦ ના ઉચ્ચક પગારથી શિક્ષક તરીકેની ફરજ બજાવતાં ૬૦૦ વિદ્યાસહાયકોએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરતાં આવતીકાલે શુક્રવારે તા.૨૮ ફેબ્રુઆરીએ છોટાઉદેપુર ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના નાણા-આરોગ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે તેઓને પૂરા પગારના ઓર્ડર આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણની કામગીરી સરળ બનાવવા ૧૨ તાલુકાઓમાં તાલુકા શિક્ષણાધિકારીની નવી જગ્યા ઉપર હંગામી ધોરણે નિયુક્તિના ઓર્ડર અપાશે.

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.મહેતાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરીમાં જોડાયેલાં ૬૦૦ વિદ્યાસહાયકોએ તેમનો પાંચ વર્ષનો સમયગાળો પૂરો કરી દીધો હોઇ તેઓને પૂરા પગારથી નોકરીમાં રાખવાની કાર્યવાહી કરાશે. જે અંતર્ગત નાણામંત્રી દ્વારા તેઓને પૂરા પગારના ઓર્ડરનું વિતરણ થતાં જ રૂા.પ૩૦૦ ના ઉચ્ચક પગાર ધરાવતાં વિદ્યાસહાયકો ૧૮૦૦૦ ના પગારના હક્કદાર બનશે.

છોટાઉદેપુર ખાતે યોજાનારા કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષકો માટે બનાવાયેલા ૧૦૦ થી વધુ ક્વાર્ટર્સની ફાળવણી કરાશે. ખાસ કરીને ઉચ્ચક પગાર ધરાવતાં વિદ્યાસહાયકોને મકાન ભાડે રાખી ઓછા પગારમાંથી ભાડું ચૂકવવું ન પડે તે વાત ધ્યાનમાં રાખી તેઓને આ ક્વાર્ટર્સની ફાળવણી કરાશે. આ ઉપરાંત ૯૮ જેટલાં શિક્ષકોને મકાન લોનના હુકમોનું વિતરણ પણ કરાશે. છોટાઉદેપુરમાં જ આવતીકાલે ગુણોત્સવ અંગે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.

-૧૨ તાલુકામાં તાલુકા શિક્ષણાઘિકારીની નવી પોસ્ટ
રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણને લગતી કામગીરી સરળ બને તે હેતુથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નીચે તાલુકા શિક્ષણાધિકારીની નવી પોસ્ટ ઊભી કરી છે. વડોદરા-છોટાઉદેપુર જિલ્લાના જૂના ૧૨ તાલુકામાં આ નવી પોસ્ટ પર ભરતી અગાઉ હાલ હંગામી ધોરણે તાલુકાના કોઇ એક કેળવણી નિરીક્ષકને તાલુકા શિક્ષણાધિકારીની કામગીરી સોંપાશે. જે અંતર્ગત આવતીકાલે ૧૨ તાલુકા શિક્ષણાધિકારી તરીકેના ઓર્ડર આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો