વડોદરા સહિ‌ત દેશના ૧પ,૦૦૦ તબીબોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે

મોબાઇલ ફોનમાં ગમે ત્યાંથી ઓનલાઇન એપોઇન્મેન્ટ લઇ શકાશે : અમદાવાદી યુવતીનું અદ્ભુત એપ

Dhiraj Thakor

Dhiraj Thakor

Divyabhaskar.com | Updated - Sep 08, 2014, 02:15 AM
15,000 doctors in the country can take online appointments
(એપ ડેવલપ કરનાર વિદ્યાર્થીનીની તસવીર)
- વડોદરા સહિ‌ત દેશના ૧પ,૦૦૦ તબીબોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે
- અમદાવાદની યુવતીએ એપ્સ વિકસાવી
- મોબાઇલ ફોનમાં ગમે ત્યાંથી ઓનલાઇન એપોઇન્મેન્ટ લઇ શકાશે


વડોદરા : તમે ઓફિસે હોવ અને ઘરે તમારાં પરિવારજનોની તબિયત બગડે તો તેવા સમયે નિષ્ણાત તબીબની ઝડપથી સારવાર લેવી હોવી હોય તો? આ પ્રશ્નના ઉકેલ માટે કમ્પ્યૂટર એન્જિનિયર થયેલી એક યુવતીએ સ્માર્ટ મોબાઇલ ફોન માટે ' નોકડોક’ નામની મિેડકલ તબીબોની માહિ‌તી તેમજ એપોઇન્ટમેન્ટ આપતી એક એપ્લિકેશન બનાવી છે. ગુજરાતનાં પાંચ મુખ્ય શહેરો સહિ‌ત દેશનાં અન્ય ૬ શહેરો મળીને કુલ ૧૧ શહેરોનાં ૧પ,૦૦૦ જેટલાં તબીબોની માહિ‌તી આપતી 'નોકડોક’ નામની એપ્લિકેશન ડેવલપ કરી છે.
આ એપની વિશેષતા એ છે કે ગુજરાતનાં વડોદરા, અમદાવાદ,સુરત, રાજકોટ અને ભાવનગર એમ પાંચ શહેરોમાં છો અને ત્યાં તમારે કોઇ તબીબી સારવારની જરૂર પડી તો તમારા સ્માર્ટફોનમાં એક કિલક કરતાંની સાથે જ એમબીબીએસ-ફિઝિશિયન તબીબથી લઇને કેન્સર સ્પેશિયાલિસ્ટ તબીબોની માહિ‌તી ઉપલબ્ધ થઇ જશે. એટલું જ નહીં, પણે તબીબની ઓનલાઇન તેમજ ફોન પર એપોઇન્ટમેન્ટ પર લઇ શકાશે. વડોદરા શહેરનાં પણ પ૦૦ જેટલાં નાનાં-મોટાં સ્પેશિયાલિસ્ટ, આયુર્વેદનાં તજ્જ્ઞોની યાદી પણ વિસ્તાર મુજબ મોજૂદ છે.
વાંચો આગળ, નોકડોક બનાવવા માટેની પ્રેરણાં ક્યાંથી મળી અને નોકડોક એપ્લીકેશનની વિશેષતા અંગે ....

15,000 doctors in the country can take online appointments
(તસવીર પ્રતિકાત્મક)
 
નોકડોક બનાવવા માટે પ્રેરણા મળી
થોડા સમય પહેલાં હું પરિવારનાં સભ્યો સાથે ચેન્નાઇમાં એક પ્રસંગમાં ગઇ હતી. તે વખતે અમારા એક સંબંધીની અચાનક બગડતાં જ તબીબને શોધવાની કવાયત કરી હતી. પરંતુ તબીબ ન મળ્યા હતા. આ તકલીફે મને નોકડોક બનાવવાની પ્રેરણા આપી હતી. આ એપ્લિકેશનમાં પાંચ મુખ્ય શહેરો તથા ચેન્નાઇ, બેંગ્લોર, હૈદરાબાદના ૧પ,૦૦૦ ડેટામાં વડોદરાનાં પ૦૦ તબીબો છે. હવે હું સમગ્ર ગુજરાતનાં તબીબોને સ્માર્ટ ફોનમાં જોડવા માગું છું.
- સ્નેહા ઠક્કર, કમ્પ્યૂટર એન્જિનિયર


નોકડોક એપ્લિકેશનની વિશેષતા શું છે ?
ગુગલ પ્લે પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.નોકડોક એપ્સને ડાઉનલોડ કર્યા બાદ મોબાઇલ નંબર એન્ટર કરતાં કોડ મળશે. જે બાદ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે.
એપ્સ પર તજ્જ્ઞ તબીબ, સિટી-વિસ્તાર એન્ટર કરતાંર઼્ જે-તે નિષ્ણાત તબીબનું નામ, એડ્રેસ, કોન્ટ્રેકટ નંબરની માહિ‌તી મળી જશે.
માહિ‌તી મળતાં જ તબીબની ઓનલાઇન, મોબાઇલ ફોન અને લેન્ડલાઇન નંબર પરથી એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે.
X
15,000 doctors in the country can take online appointments
15,000 doctors in the country can take online appointments
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App