તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે એનજીઓનો નવતર અભિગમ : આયુર્વેદિક વનસ્પતિ માટે સિટીમાં સેન્ટર્સ શરૂ કરાશે
લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યાં છે. તેથી જ ઓર્ગેનિગ ફૂડ તરફ તેઓ વળ્યા છે. પણ, સારવારમાં પણ આયુર્વેદિક દવાઓ હેલ્થ માટે અસરકારક છે. બરોડિયન્સ આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને હેલ્ધી અને નિરોગી રહી શકે તે માટે શહેરની બે એનજીઓ દ્વારા શહેર નજીક ઉમેટા પુલ નજીકના આસરવા ગામ પાસે એક નર્સરી શરૂ કરાઈ છે. આ નર્સરીમાંથી લોકોને શહેરમાં જ જુદા જુદા ૧પ૦ પ્રકારના આયુર્વેદિક પ્લાન્ટ્સ પૂરા પડાશે. આ નર્સરી વડોદરા ટ્રી લવર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને આયુર્વેદ પર્યાવરણ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા શરૂ કરાઈ છે.
આ નર્સરીમાં માર્ગદર્શક અને મુખ્ય સહયોગી એવા વનવિભાગના પૂર્વ મુખ્ય વનસંરક્ષક (આઈએફએસ) ડી.એમ.નાયક કહે છે કે, 'વન વિભાગમાં વર્ષો સુધી ફરજ બજાવી હોવાથી વનસ્પતિઓ પ્રત્યે પ્રેમ થાય તે સાહજિક છે. આયુર્વેદમાં એવી સંખ્યાબંધ વનસ્પતિઓ છે જેનો ઘરઆંગણે ઉછેર કરવાથી અનેક રોગોથી દૂર રહી શકાય છે. આ જ વિચારને અમલમાં મૂકવાના પ્રયાસ રૂપે ટ્રી લવર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે નર્સરી શરૂ કરી છે.’ નર્સરીમાં બાગાયત વિભાગના સહયોગથી આયુર્વેદિક પ્લાન્ટ્સ ઉછેરી રહ્યાં છે. નર્સરીની જમીન આસરવા ગામની ગ્રામ પંચાયતે લીઝ પર આપી છે. આ સ્તુત્ય કાર્યમાં સેવાસદનને પણ સાંકળવાના પ્રયાસરૂપે શહેરના વિવિધ વિસ્તારમાં બે પ્લોટ્સની પણ માગ કરી છે.
-સિટી હેલ્ધી રાખવાનો અનોખો પ્રયાસ
-જુલાઈ મહિનામાં પ્લાન્ટ્સ અપાશે
નર્સરી દ્વારા આગામી જુલાઈ મહિનામાં પ્લાન્ટ્ આપવાનું આયોજન છે. કારણ કે વરસાદ શરૂ થયા બાદ પ્લાન્ટ્સનો ગ્રોથ થઈ શકશે. જેથી લોકોને તે પથી ૧૦ની નજીવી કિંમતે આપવામાં આવશે. આ માટે પ્લાન્ટ્સને શહેરમાં વિવિધ સ્થળોએ કેન્દ્રો નક્કી કરવામાં આવશે. આ માટે નર્સરીથી શહેરમાં પ્લાન્ટ્સને લાવવા માટે વાહનોની વિશેષ વ્યવસ્થા પણ પર્યાવરણ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા જ કરવામાં આવશે.
-સિનિયર સિટિઝન્સને અગ્રિમતા અપાઈ
સિનિયર સિટિઝન્સને અગ્રિમતા અપાશે. કારણ કે, આ તેનો ઉપયોગ સરળતાથી કરે અને બાળકોમાં પણ જાગૃતિ ફેલાવે. આ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ સેન્ટર્સમાં જઈને પ્લાન્ટ્સની ખાસિયતો વિશેના કાર્યક્રમો યોજીને 'ઘર બેઠા ગંગા’ નામક પુસ્તિકાનું વિતરણ કરાય છે.
-બિઝનેસપર્સન, સીએ, ડોક્ટર્સ પણ જોડાયા
બરોડિયન્સને વાજબી ભાવે સરળતાથી આયુર્વેદિક વનસ્પતિઓ સરળતાથી મળે તે માટે ટ્રી લવર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ૪પ સભ્યો પણ જોડાયા છે. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, આર્કિટેક્સ, નિવૃત બેન્ક અધિકારીઓ, એડવોકેટ્સનો સમાવેશ થાય છે.
-શહેરને કંઈક આપ્યાનો સંતોષ છે
'અમે આ નર્સરી દ્વારા શહેરમાં આયુર્વેદિક સંસ્કૃતિ ફેલાવવાનો નાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ દ્વારા અમે શહેરને કંઈક આપ્યાનો સંતોષ છે. અમે આયુર્વેદિક કોલેજ અને મંડળનો પણ સહયોગ આ માટે માગી રહ્યાં છીએ.’
અનિલ પટેલ, ટ્રી લવર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન.
-આ મુખ્ય આયુર્વેદિક પ્લાન્ટ્સ
અરડૂસી, સર્પગંધા, મલેટી, તોઈ, આડસાકર, તુલસી, ગરળી, કાંટાસરિયો, ચણોઠી, કાલબેગ, દમવેલ, સ્ટિવિયા, શેતૂર, અશ્વગંધા જેવા ૧ લાખ જેટલા પ્લાન્ટ્સ નર્સરીમાં ઉછેરાશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.