તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 15 August To Celebrate Collecting 5 Million Load Said By Collector

15 ઓગસ્ટની ઉજવણી માટે 5 કરોડ ઉઘરાવી લાવો: કચ્છ ક્લેક્ટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા ઉઘરાણું
- ઉજવણી માટે નાણાં મેળવવા ખાતા દીઠ લક્ષાંક આપી દેવામાં આવ્યો

આઝાદ ભારતમાં હવે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવા માટે નાગરિકોએ સરકારને ઉઘરાણું ચૂકવવું પડે તેવી સ્થિતિ સર્જા‍ઇ છે. કચ્છના કલકેટર હર્ષદ પટેલે ૧પમી ઓગસ્ટની ઉજવણી માટે કાયદેસર આદેશ બહાર પાડીને જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓને એક પત્ર લખ્યો છે જેમાં ઉજવણી માટે ઉઘરાણું કરવાની સત્તા અને છૂટ ખુદ ક્લેક્ટર દ્વારા આપવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે ક્લેક્ટરે લખેલા પત્રમાં કોણે કેટલા નાણાં ઉઘરાવવાં તેની પણ સ્પષ્ટતા કરી છે અને કુલ પ કરોડનો લક્ષ્યાંક પણ આપી દીધો છે. આ રકમ ૧૪ ઓગસ્ટ સુધીમાં એકત્રીત કરવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ગત તારીખ ૨૬ જૂન ૨૦૧૩ના રોજ સ્વા. દિ. ઉ. સેલ/ અનુદાન/ ૬/ ૨૦૧૩થી બહાર પાડવામાં આવેલ આદેશમાં કચ્છ-ભૂજ જિલ્લાના તમામ વિભાગના વડાને આગામી ૧પમી ઓગષ્ટની ઉજવણી માટે લોકો પાસેથી અનુદાન ઉધરાવલાવવા આદેશ અપાયો છે. જે આદેશ સાથે તમામ વિભાગ દિઠ લક્ષાંક પણ આપી દેવામાં આવ્યો છે. જેના કારણે ચકચાર મચી ગઈ છે.

આગળ વાંચો કોને કેટલો લક્ષ્યાંક આપવામાં આવ્યો