ડાયાબિટિસ અવેરનેસમાં 13,000 શહેરીજનો જોડાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડાયાબીટીસ પ્રત્યે જાગૃતી માટે વિશાળ રેલી કઢાઇ હતી)
- ડાયાબિટિસ અવેરનેસમાં 13,000 શહેરીજનો જોડાયાં
- 5,000 જેટલા ડાયાબિટિસ દર્દીઓએ ચેકઅપ કરાવ્યું
વડોદરા : રવિવારે વહેલી સવારે વર્લ્ડ ડાયાબિટિસ ડે નિમિત્તે આ લાઇફસ્ટાઇલ ડિસિઝની અવેરનેસ અને સારવાર માટે ડાયાબિટિસ રેલી અને નિ:શુલ્ક મહાકુંભનું આયોજન કરાયું હતું. રેલીમાં 8,000 જેટલા બરોડિયન્સ જોડાયા હતા અને 5,000 જેટલા ડાયાબિટિસ દર્દીઓએ ચેકઅપ કરાવ્યું હતું. કમાટીબાગથી નીકળીને આ રેલી વડ સર્કલ સુધી પહોંચીને પરત કમાટીબાગ પહોંચી હતી. શહેરમાં માત્ર ડાયાબિટિસની અવેરનેસ માટે આટલી મોટી રેલી અને નિ:શુલ્ક મહાકુંભ (કેમ્પ) પહેલીવાર યોજાયા હતા.
શ્રી રંગ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિઝામપુરાના મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કેમ્પના ઉદઘાટન પ્રસંગે સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર ભરત શાહ સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતા. આયોજનમાં શહેરના 250 જેટલા ડોક્ટર્સ અને હોમિયોપથી અને નર્સિંગ કોલેજના 400 જેટલા સ્ટુડન્ટ્સે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતો.
ડાયાબિટિસ કેમ થાય?
શરીરના પેટમાં આવેલા સ્વાદુપિંડમાં ઇન્શ્યૂલિન પેદા કરતા બિટા સેલ (કોષ) હોય છે. આ કોષો ઇન્શ્યૂલિન પેદા કરે છે. જે શરીરમાં સુગરના લેવલને કંટ્રોલમાં રાખે છે. 40થી 60 ટકા બીટા કોષો ડેમેજ થાય ત્યારે ડાયાબીટીસ થતો હોય છે. મોટા ભાગના કિસ્સામાં આ કોષો ડેમેજ થયા પછી જ જાણ થાય છે. તેથી 40 વર્ષ બાદ ડાયાબિટિસ ચેક અપ નિયમિતપણે કરાવવું જોઇએ.
ડાયાબિટિસથી બચવા આટલું કરો?
* સવારે એક અખરોટ, ત્રણ પિસ્તા, અડધો કપ દૂધ અને બે ખાખરા કે એકાદ ઇડલી ખાવી.
* ખોરાકના રાંધવામાં સિંગતેલના સ્થાને કપાસિયા કે કરડીના તેલનો પણ ઉપયોગ થઇ શકે છે.
* પરસેવો પડે તેટલી કસરત અથવા સ્પોર્ટસ અચૂક રમવું જોઇએ.
* મેદસ્વીપણું ન વધે તેની સતત કાળજી રાખવી જોઇએ.