તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં ફટાકડાને કારણે ત્રણ દિવસમાં આગના ૧૩ બનાવો બન્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ત્રણ દિવસમાં નાના-મોટાં આગ લાગવાના ૧૩ જેટલાં બનાવો નોંધાયા
-રાવપુરામાં કપડાંની દુકાનમાં આગ લાગતાં દોડધામ
-ફતેગંજમાં હવાઇ ઘૂસી જતાં ગાદલા અને કપડાં સળગ્યાં

વડદોરા શહેરમાં દિવાળીથી લઈ નવુ વર્ષ અને ભાઈબીજ એમ ત્રણ દિવસમાં નાના-મોટાં આગ લાગવાના ૧૩ જેટલાં બનાવો નોંધાયા હતા. દરમ્યાન ચાલુ વર્ષ દરમ્યાન, ૪ વર્ષની બાળકી સાથે ત્રણ જણા આગને કારણે દાઝયા હતા જેઓને વધુ સારવાર અર્થે તુરંત જ એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવની મળતી માહિ‌તી અનુસાર, શહેરમાં અલગ-અલગ ૧૩ જેટલાં બનાવો નોંધાયા હતા. જેમાં નવા વર્ષના દિવસે જ રાવપુરા કોઠી પાસેના નાકા પર આવેલી ભારત રેડી મેડ ગાર્મેન્ટની દુકાનમાં ર્શોટ સરકીટને કારણે આગ લાગી હતી.

આ દુકાન ત્રણ માળમાં આવેલી છે. જેમાં પ્રથમ માળે આગ લાગી હતી. આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પ્રથમ માળમાં કપડાંનો સંપૂર્ણ માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ રાત્રિના સાડા અગિયાર કલાક દરમ્યાન લાગી હતી. જોકે, આ ઘટના બાબતે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ તુરતં જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અન્ય બનાવોમાં ગઈકાલે મંગળવારના રોજ રાત્રે ૩.૪૦ વાગ્યે જ્યુબિલી બાગમાં રહેતા બક્ષિનેશભાઈ મગરસુકરના મકાનમાં ફટાકડાની હવાઈ પડતાં ઘરમાંઆગ લાગી હતી. જોકે, તેમાં નુકસાન જાણવા મળ્યું નથી. એ જ રીતે ઈસ્કોન મંદિરની પાછળ મધર સ્કૂલ સામે આવલેી નારિયેળીના ઝાડમાં હવાઈ ઘૂસી જવાથી આગ લાગી હતી.

વાડી ગાજરાવાડીમાં હાથીયાખાડ રોડ પર આવેલા આશાબેન સોલંકીના મકાનમાં સવારે ૪.૨૦ વાગ્યે, વારછીયા આરટીઓ સામે સંતોષી શોપીંગ સેન્ટર પર પતરા પર રાત્રિના પોણા એક કલાકે સૂકાં કચરા પર હવાઈ પડવાથી આગ લાગી હતી.ફતેગંજમાં નવયુગ સ્કૂલ પાસેના એક કાચાં મકાનમાં રાત્રિના ૨.પપ કલાકે હવાઈ ઘૂસી જતાં ગાંદલાં-ગોદડાં તથા કપડાં સાથેની મત્તા સળગી ગઈ હતી. દાંડીયા બજારમાં મહારાણી સ્કૂલના કંપાઉન્ડમાં ફટાકડાને કારણે ઝાડ સળગ્યું હોવાની માહિ‌તી ફાયરબ્રિગેડને મળી હતી.

રસપ્રદ બાબત એ છે કે, દિવાળીના દિવસે જ આગને લગતાં સાત કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. જેમાં વીઆઈપી રોડ પર આવેલા બંધ મકાનના ધાબા પર રાત્રે ૧૧ કલાકે, વૈરાઈ માતાના ચોકમાં આવેલા સાંઈ ફૂંડ સેન્ટરની ઉપરના ધાબા પર સુકાયેલા કચરામાં, પાણીગેટ રોડ પર આવેલા ગૌૈરવ સોસાયટીની પાછળ આવેલા કંપાઉન્ડના કચરામાં ફટાકડાનો તણખો ઉડતાં આગ લાગી હતી.

વાઘોડિયા રોડ પર આવેલા નાલંદા પાણીની ટાંકી સામે આવેલી ગાદલાંની દુકાનમાં રાત્રિના સાડા દસ કલાકે ફટાકડો પડવાથી ગાદલાં અને રૂ સળગી ગયા હતા. વાઘોડિયા રોડ-બાપોદ જકાતનાકા પાસે આવેલી વૈકુઠ નંદ પાસેની ઝૂંપડામાં રાખવામાં આવેલા કંતાનમાં રાત્રિના પોણા અગિયાર કલાકે હવાઈ પડવાથી આગ લાગી હતી. જ્યારે પોર ગામમાં વાળંદ ફળિયામાં આવેલા એક મકાનમાં રાખવામાં આવેલા ઘાસના પૂળામાં રાત્રિના સાડા દસ કલાકે ફટાકડો પડતાં આગ લાગી હતી.

ફટાકડા ફોડતી વખતે ત્રણ જણા દાઝ્યા
નવા વર્ષના દિવસે દંતેશ્વર મારવાડીમાં રહેતા જગદીશભાઈ મારવાડીની ૬ વર્ષીય દીકરી ઉર્વીશીબેન બપોરે ફટાકડા ફોડતી હતી એ જ વખતે ગંભીર રીતે દાઝી ગઈ હતી. વાઘોડિયા રોડ વૃંદાવન ચોકડી પર રહેતા ૧૨ વર્ષીય પંકજભાઈ શના પણ ફટાકડા ફોડતી વખતે ગંભીર રીતે દાઝ્યો હતો. વધુમાં, હેગડે પાર્ક પાસે આવેલા અભિલાષા ચોકડી પાસે ૨પ વર્ષીય અશોકભાઈ રાઠોડ કચરો વીણતો હતો ત્યારે રાત્રિના નવ કલાકે તેની પાસેના કચરામાં લાગેલી આગમાં એક ફટાકડો ફાટતાં અશોકભાઈ દાઝયા હતા.