તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૧૦૮ એમ્બ્યુલન્સને બે દિવસમાં ૪૦૦થી વધુ ઇમર્જન્સી કોલ મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૧૦૮ એમ્બ્યુલન્સને સૌથી વધુ કોલ અકસ્માતના મળ્યા
-૧૦૮ની ટીમે ખડેપગે તૈનાત રહી વડોદરાવાસીઓને ઈમરજન્સીની સુવિધા પૂરી પાડી

અકસ્માતના સમયે તાત્કાલિક સુવિધા પૂરી પાડતી ૧૦૮ની સેવા લોકો માટે સાચે જ વરદાનરૂપ સાબિત થઈ રહી છે. ગત બે દિવસોમાં મોટાભાગના તમામ લોકો રજાની મજા માણી રહ્યા હતા ત્યારે એ સમયે ૧૦૮ની ટીમે ખડેપગે તૈનાત રહી વડોદરાવાસીઓને ઈમરજન્સીની સુવિધા પૂરી પાડી હતી.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત બે દિવસેો એટલે નવુ વર્ષ અને ભાઈબીજના દિવસમાં જ ૧૦૮ને સમગ્ર વડોદરામાંથી કુલ ૪પ૭ જેટલાં કેસ મળ્યાં હતા.

જેમાં ૪ નવેમ્બરના રોજ એટલે કે નવા વર્ષના દિવસે ૨૪૬ જેટલાં કોલ મળ્યાં હતા. જ્યારે બીજી તરફ તેના પછીના દિવસે એટલે કે ભાઈબીજના દિવસે કુલ ૨૧૧ કોલ મળ્યાં હતા. રસપ્રદ બાબત એ છે કે, આ કોલમાં મહત્તમ કોલ એટલે કે ૬૦ ટકા જેટલાં કોલ અકસ્માત અને પ્રેગનેન્સીને લગતા જ હતા. જ્યારે દાઝવાના પ ટકા કેસ નોંધાયા હતા. જોકે, બાકીના જ્યારે અન્ય ૩પ ટકા કેસ રેગ્યુલર કાર્ડિયાક, આપઘાતના પ્રયાસ, અસ્થમા, પેટમાં દુ:ખાવા તથા સામાન્ય તાવ જેવાના નોંધાયા હતા.

દિવાળીમાં ૧૦૮ના ઈમરજન્સી કોલમાં વધારો નોંધાતો હોય છે. ગત વર્ષે પણ બે દિવસ એટલે નવું વર્ષ અને ભાઈબીજમાં અનુક્રમે ૨૨૨ અને ૨૧૩ સાથે કુલ ૪૩પ કેસ નોંધાયા હતા એમ જણાવતા પ્રોગ્રામ મેનેજર કેયુર શાહે જણાવ્યું હતું કે, ચાલુ દિવસોમાં માત્ર ૧૮૦ જેટલાં કોલ હોય છે.