• Gujarati News
  • 100 Year Old Gymnasium Extremely Dilapidated Condition In Vadodara

વડોદરા:પાદરાની 100 વર્ષ જૂની વ્યાયામ શાળા અત્યંત જર્જરિત હાલતમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા:પાદરાની સાર્વજનિક વ્યાયામ શાળા 100 વર્ષ કરતાં પણ પુરાણી છે. જેનો ભવ્ય ભુતકાળ સમાયેલો છે. તે વ્યાયામ શાળા હાલ જર્જરિત અને દયાજનક સ્થિતિમાં છે. જેને હાલના સંચાલકો યથાશક્તિ સાચવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે પાદરાના રાજકીય આગેવાનો, ધનાઢય દાતાઓ તથા સરકારી સંસ્થાઓ તેના વિકાસ કરે તેમ સૌ ઇચ્છી રહ્યાં છે.
Paragraph Filter
-સેજાકુવાના દાતાએ દાનમાં આપેલી જમીનમાં શરૂઆત થઇ હતી
પાદરામાં સ્ટેશન રોડ પર આવેલ લીબર્ટિ સીનેમા સામે 100 વર્ષ પુરાણી વ્યાયામ શાલા મરવા વાંકે જીવી રહી છે. આ વ્યાયામ શાળા ગાયકવાડી શાસનમાં પાદરાના વ્યાયામવીરોએ નિર્માણ કર્યું હતું. ત્યારે પાદરા નગરના અનેક યુવાનો સવાર સાંજ નિયમિત અંગ કસરત મલખમ દંડબેઠક કુસ્તી વેઇટલીફ્ટીંગ મગદળ સહિત અનેક પ્રકારની કસરત અને કુસ્તીના દાવો ખેલાતા હતાં આ શાળાની જમીન 103 વર્ષ પહેલાં સેજાકુવાના દાતાએ પાદરા સાર્વજનિક વ્યાયામ શાળા ટ્રસ્ટને દાનમાં આપી હતી અને વ્યાયામ શાળાનું નિર્માણ થયું હતું.

દરવર્ષે ધુળેટીના દિવસે તેનો વાર્ષિકોત્સવ થતો હતો અને જાહેરમાં વ્યાયામ શાળાના રમતવીરો પોતાની કલા તથા શરીર સૌષ્ઠવનું પ્રદર્સન કરતાં હતાં. તેની સ્પર્ધા યોજાતી હતી. હાલમાં વ્યાયામ શાળા તેની અત્યંત દયજનક સમયમાંથી પસાર થઇ રહી છે. વ્યાયામ શાળાના સંચાલકો દ્વારા પાલિકાને રજૂઆતો કરાઇ પરંતુ કોઇ પરિણામ આવતું નથી.
વઘુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...