૧૦ લાખનું ભાડું આપવા સ્વજનોનો ઇન્કાર : પોલીસ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ચિરાયુ અમીનના વેવાઇને ભાડે આપેલી ટ્રકસનું
-પોલીસ દ્વારા હરદિપસિંગનાં પુત્રી અને ચિરાયુ અમીનના પુત્રવધૂ બરખા અમીનની પૂછતાછ

કારેલીબાગની લોજિસ્ટીક કંપનીના સંચાલક હરદિપસિંગ આનંદ (શહેરના નામી ઉદ્યોગપતિ ચિરાયુ અમીનના વેવાઇ) અને તેમના પુત્ર ગગનદીપ આનંદે હરણીના પ્રેમ રોડવેઝ પાસેથી ભાડેથી ટ્રકો લીધા બાદ હરદિપસિંગનું અવસાન થઇ જતાં તેમના પુત્રે ટ્રક ભાડાના ૧૦ લાખ આપવાનો ઇનકાર કરતાં ટ્રાન્સપોર્ટરે ગત ૨૯મી જાન્યુઆરીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. ફરિયાદ સંદર્ભ ક્રાઇમ બ્રાન્ચે ગગનદીપની પૂછતાછની કવાયત હાથ ધરી તેમના બહેન બરખા પ્રણવ અમીનનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે.

હરણી જકાતનાકા પાસેના મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રેમ રોડવેઝના પ્રોપરાઇટર પેરાજ નારાયણજી કટારિયા કમિશન એજન્ટે છે. ટ્રાન્સપોર્ટરે ક્રાઇમ બ્રાન્ચને કરેલી ફરિયાદ અનુસાર, અલકાપુરી પિઝાહટ સામેના પ્લુટો એપાર્ટમેન્ટમાં રહેતા ગગન હરદિપ આનંદને ભાડેથી ટ્રકોની જરૂર પડતાં પિતા હરદિપસિંગ સાથે તેમની પેઢી પર આવ્યા હતાં. ટ્રકનું ભાડું એડવાન્સ આપવા બાબતે આનાકાની થયા બાદ કાલુપુર કોમર્શીયલ કો.ઓ. બેંકની જૂના પાદરા રોડ શાખાના ૩ અને ૭ ડિસેમ્બરના ચેક આપ્યા હતાં.

કટારિયાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, કારેલીબાગ વીઆઇપી વ્યૂ સ્થિત એસઇપીએલ લોજિસ્ટિકના નામે વ્યવસાય કરતા હરદિપસિંગે તેઓ ઉદ્યોગપતિ ચિરાયુ અમીનના વેવાઇ છે તેવી ઓળખ આપતા ટ્રાન્સપોર્ટરને વિશ્વાસ આવી ગયો હતો. ટ્રાન્સપોર્ટરે જુદી-જુદી તારીખોએ ટ્રકો ભાડે પૂરી પાડી હતી. ત્યારબાદ ટ્રાન્સપોર્ટરે બેંકમાં જુદી-જુદી તારીખે ૧૦ લાખના ચેક રજૂ કરતા પરત ફર્યા હતાં. તેમણે ચેક અંગે ગગન આનંદને મળતા મારા પિતાજી ગુજરી ગયા છે અમે તમને ઓળખતા નથી, જો ફરીથી અહિ‌ આવ્યા છો તો જોવા જેવી થઇ જશે. અમારી પોલીસ તેમજ રાજકારણમાં ખૂબ મોટી વગ છે.

કહી તેમને ભગાડી મૂક્યા હતાં. ગગન આનંદ અને તેમના પિતાએ વિશ્વાસઘાત કરી હોવાના આક્ષેપ સાથે ટ્રાન્સપોર્ટરે ૨૯ જાન્યુઆરીએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી.જેની તપાસ ડીસીબી પીએસઆઇ પલાસને સોંપતા તેમણે ગગનદીપને પત્ર લખ્યો હતો પરંતુ તે મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતો હોવાથી સંપર્ક થઇ શક્યો ન હતો. પોલીસે ગગનદીપની બહેન અને ચિરાયુ અમીનના પુત્ર પ્રણવ અમીનની પત્ની બરખા અમીનનું તાજેતરમાં નિવેદન લેતા ગગનને પિતાના ધંધા સાથે કોઇ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...