જમીનમાલિક પાસે લચ્છુ ભૂરિયાએ રૂ. ૧૦ લાખ ખંડણી માગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારસિયાના બિલ્ડર ભરત સોમનાથ હેમરાજાણીનું બાંધકામ અટકાવવા લચ્છુ ભૂરિયો રૂપચંદ મેઘવાણીએ બિલ્ડર પાસે ૧ કરોડની ખંડણીની માગ્યાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.જેના એક મહિ‌નામાં વધુએક ફરિયાદ નોંધાઇ છે. મોગલવાડા સાબેરી બજારના મહંમદયાસીન મહંમદહનીફ બંગડીવાલા કિશનવાડી ઝંડાચોક પાસેની જમીનમાં બાનાખત કરેલું છે.

તેમણે જમીન પર બાંધકામની કાર્યવાહી શરૂ કરતાં લક્ષ્મણ ઉર્ફે લચ્છુ ભૂરિયો રૂપચંદ મેઘવાણી અને તેના ભાઇ રમેશ રૂપચંદ મેઘવાણીએ અરજી કરી બાંધકામ અટકાવવાની કોશિશ કરી હતી.ગત ૭ એપ્રિલે તેમના માણસો કામ કરવા ગયા ત્યારે બંનેએ ૧૦ લાખની ખંડણીની માગણી હોવાની ફરિયાદ નોંધાઇ છે.