ડેન્ગ્યૂથી મોતને ભેટનાર મહિ‌લાના લોહીના નમૂના સયાજીમાં મોકલાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય વિભાગે રાજમહેલ રોડ, નાની કાછીયાવાડની આસપાસના વિસ્તારોમાં ડીડીટી પાઉડરનો છંટકાવ કર્યો

ડેન્ગ્યૂના તાવથી મોતને ભેટનાર રાજમહેલ રોડ નાની કાછિયાવાડની મહિ‌લાના સીરમના નમૂના સેવાસદનના આરોગ્ય વિભાગે એકત્રિત કરી તપાસાર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.રાજમહેલ રોડ પાંજરાપોળ સ્થિત નાની કાછિયાવાડમાં રહેતા ૨૭ વર્ષી‍ય હિ‌રલબહેન વિશાલભાઇ પટેલને બેસતા વર્ષના દિવસે પેટમાં દુખાવો થતાં ખાનગી દવાખાનામાં લઇ જવાયા હતાં.

પ્રાથમિક સારવારમાં તેમને ડેન્ગ્યૂ તાવનો એક સ્ટેજનો રિપોર્ટ પોઝિટિવ જ્યારે અન્ય બે નેગેટિવ હોવાનું નિદાન થયું હતું. દરમિયાન શનિવારે તબીયત વધુ લથડતા માંજલપુરની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે ૨ વાગે તેમનું મોત નીપજ્યું હતું. આરોગ્ય વિભાગે મૃતકના ઘરની આસપાસના વિસ્તારોમાં ડીડીટી પાઉડરનો છંટકાવ, દવાનું વિતરણ તેમજ લોહીના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી તરફ મહિ‌લાને ડેન્ગ્યૂ ઉપરાંત કમળો હોવાનું પણ જાણવા મળ્યું હોય આરોગ્ય વિભાગે સોમવારે ગ્લોબલ હોસ્પિટલમાંથી મૃતક મહિ‌લાના સીરમના નમૂના લઇ તેને તપાસાર્થે સયાજીમાં મોકલી આપ્યા છે.

ડેન્ગ્યૂનો એક એન્ટીજન પોઝિટિવ
મહિ‌લાના સીરમનું સેમ્પલ તપાસાર્થે લીધું છે . ડેન્ગ્યૂનો એક એન્ટીજન પોઝિટિવ હતો જ્યારે બીજો નેગેટિવ હતો. વળી, તેનુ પેટ ફૂલી ગયું હતું તેમજ એન્ઝાઇમ લેવલ પણ વધારે હતું. તેમને કમળો પણ હતો. કોઝ ઓફ ડેથમાં કાણર્ડિયો રેસ્પરી એરેસ્ટ, હિ‌પેટાઇટીસ અને ડેન્ગ્યૂ હેમરેજિક ફીવર જણાવ્યું હોય લોહીના નમૂના ચકાસાશે.
ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી, સેવાસદન

મહિ‌લાના બે ટેસ્ટ નેગેટિવ હતા
ડેન્ગ્યૂમાં ૩ પ્રકારના ટેસ્ટ થાય છે. હિ‌રલબહેનના આઇજીજી અને આઇજીએમ નેગેટિવ હતા પરંતુ એનએસ-૧ પોઝિટિવ હોવાથી લાઇન ઓફ ટ્રીટમેન્ટ ડેન્ગ્યૂની જ હોય છે. દર્દી‍ ડો. સંદિપ વૈધને ત્યાંથી આવ્યું હતું, અમારે ત્યાં ૮-૧૦ કલાક સારવાર બાદ અવસાન થયું હતું. ડેન્ગ્યૂ ફીવરના કારણે મોત થયું હોવાનું કહી શકાય.
ડો. રાજદીપ લીંબોલા, મેડિકલ એડમિનીસ્ટ્રેટર- ગ્લોબલ હોસ્પિટલ

ફેક્ટ ફાઈલ
ડેન્ગ્યુ કેસ

શંકાસ્પદ ૬૮૨, પોઝિટિવ ૨૨૦
ડેન્ગ્યુ કેસ
શંકાસ્પદ ૩૧, પોઝિટિવ ૨૦
ચીકનગુનીયા
શંકાસ્પદ ૮૮, પોઝિટિવ ૨૭