• Gujarati News
  • 1 May 50 Buses Starting With The New City Transport Service In Vadodara

1 મેથી 50 બસો સાથે નવી સિટી ટ્રાન્સપોર્ટ સેવા શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરમાં વીટકોસ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે અને નવી બસ સેવા વિનાયક લોજિસ્ટિક્સ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે. વિનાયક લોજિસ્ટિક્સ કંપની હેઠળ 1 મે સુધીમાં જ નવી 50 જેટલી બસ સાથે શહેરમાં શહેરી બસ સેવાનો પ્રારંભ થાય એવી સંભાવના છે. મહિલાઓ માટે અલાયદી બસ ઉપરાંત કંપની દ્વારા વિવિધ સેવાઓની સાથોસાથ બસનું સમયપત્રક મુસાફરોને વોટ્સએપ પર જ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરાશે.

- બસ સેવાનું સમયપત્રક વોટ્સએપ પર મેળવી શકાશે
-હાલમાં વીટકોસ દ્વારા 30 બસો સાથે સેવા અપાય છે
- માંડવી, પાણીગેટ, બાપોદની ડાયરેક્ટ બસ સેવા શરૂ કરાશે
દોઢ વર્ષથી મુસાફરોને અગવડ ન પડે અને નવો કોઈ કોન્ટ્રાક્ટ મંજૂર ન થાય ત્યાં સુધી શહેરમાં બસ સુવિધા જળવાઈ રહે એવી સદનની શરતે વીટકોસે તેની બસ સુવિધા આપી છે ત્યારે બીજી તરફ વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા આગામી 1 મે સુધીમાં જ શહેરમાં નવી બસ સેવા શરૂ કરાશે. હાલમાં વીટકોસ દ્વારા 30 બસ ચલાવાઈ રહી છે જેમાં સ્ટેશનથી ગોકુળનગર, તરસાલી, માણેજા, રવિપાર્ક, દંતેશ્વર, ડભોઈ બાયપાસ, પરિવાર ચાર રસ્તા, સોમા તળાવ, ખોડિયારનગર, બાપોદ બાયપાસ, સયાજીપાર્ક બાયપાસ, સ્ટેશનથી છાણી, સમા, લક્ષ્મીપુરા તથા સ્ટેશનથી ગોત્રી વગેરે જેવા રૂટ પર બસ સેવા ચાલી રહી છે. જોકે, આ રૂટની સેવાઓ તો યથાવત્ જ રહેશે પરંતુ તે સિવાય, માંડવી, પાણીગેટ, બાપોદની ડાયરેક્ટ બસ શરૂ કરાશે. માંડવીથી દંતેશ્વર તથા માણેજા, મંગળબજાર સીધા જઈ શકાય તેવા રૂટ પણ શરૂ કરાશે.
મહિલાઓ માટે અલાયદી બસ સેવા
આણંદની જેમ મહિલાઓની સલામતી માટે અલાયદી બસ સેવા શરૂ કરાશે જે સમગ્ર શહેરમાં ફરશે. જોકે, તેના સમય અને રૂટ વિચારણા હેઠળ છે. - મુકેશ લંગારિયા, માલિક, વિનાયક લોજિસ્ટિક્સ.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ,કોઈ પણ રૂટમાં ફરી શકાય તેવો મન્થલી પાસ,શું કહે છે શહેરના નાગરિકો?...