0-100 KMPH માત્ર 2 સેકન્ડમાં :વેલકમ ટુ વડોદરા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના બોરિંગ ટ્રાફિકમાં આકરા તડકાને ભાંડતા જઇ રહ્યા છો અને તમારી બાજુમાંથી અચાનક જ કોઇ લાલ રંગનો સ્ટ્રોક ઝુઉઉઉઉઉમ કરતો પસાર થઇ જાય તો સ્વાભાવિક રીતે ચમકી જવાય. શું એલિયન્સ હવે ઉડતી રકાબીને બદલે કંઇક નવું ઓન રોડ વાહન લઇ આવ્યા છે? આ પેશન ઓન રોડ્ઝને પારખવા માટે તમને ડુકાટીની ઓળખાણ હોવી જરૂરી છે.

ખાસ કરીને ડુકાટી ૮૪૮ ઇવો કોઇ 'અવતાર’થી કમ નથી, યેસ એની પર નજર પડવી એટલે 'ગોડ ઓફ બાઇક્સ’નો સાક્ષાતકાર થવો. ૩ કરોડ ૭પ લાખની લેમ્ર્બોગીની એવેન્ટોડોરને ૦થી સોની સ્પિડ પર પહોંચવામાં ૨.૯ સેકન્ડ થાય છે અને ૪ કરોડની ફેરારી આ સ્પિડ તમને ૩.૬ સેકન્ડમાં આપે છે પણ ૧૮ લાખ ૨૩ હજારની આ સુપર બાઇક ડુકાટી ૮૪૮ ઇવો માત્ર ૨ સેકન્ડમાં આ ઝડપ પર તમને લઇ જાય છે.

હાલમાં ૩૬ અમિતનગર સોસાયટી, કારેલીબાગના પ્રાંગણમાં કોઇ અપિલીંગ સુપર હિ‌રો તેના હાઇબરનેશનમાં હોય તેમ પાર્ક થયેલું આ ડુકાટી તમારા એન્ડિ્રનાલિન રશની ૦થી ૧૦૦ પર લાવવામાં મિલી સેકન્ડનો ય સમય નહીં લે.૧૦૯૮ના સ્ટાઇલિંગ પર તૈયાર થયેલું આ સુપર આઇકોનિક બાઇક તમને શહેરના રસ્તાઓ પર દોડતું જોવા મળી શકે છે. ડુકાટીના બ્રાન્ડિંગનો પરચો શહેરના રોડ્ઝ પર તમને આગામી એક મહિ‌ના સુધી ગમે ત્યારે થઇ શકે છે. ડુકાટી કંપનીના સેલ્સ કન્સલટન્ટ પ્રોબલ સેનને કંપનીએ આ ડુકાટી ૮૪૮ ઇવોનો સેલ્ફ રાઇડિંગ ડેમો કરવા માટે સોંપી છે. શહેરીજનો અને બાઇક પેશનેટ્સ સ્પિડના આ પર્સોનિફીકેશનને જોઇ શકશે. પ્રોબલ સેન કહે છે કે, 'શહેરમાં ડુકાટીના મોડેલ ૮૪૮ ઈવોનું રેન્ડમ રાઇડિંગ કરવાનો આશય છે કે બાઇક્સના પેશનેટ્સને આ સુપર બાઇનેા પરચેઝ કરે.’

આફ્ટર ડુકાટી એક્સપેક્ટેશન્સ

શહેરમાં ડુકાટીનો ડેમો થયો એટલે બાઇક્સની સુપર બ્રિડનો આપણને અનુભવ થઇ રહ્યો છે તેમ કહી શકાય. પરંતુ શહેરનાં બાઇક પેશનેટ્સે આ સ્તર મેળવ્યા પછીની ડિમાન્ડ જણાવે છે
આ ડિસપ્લે જો ટોક ઓફ ધી ટાઉન બને તો શહેરમાં રાઇડિંગ કલ્ચરનો પેસ વધી જશે.
શહેરમાં કે રાજ્યમાં ક્યાંય પણ રેસિંગ સર્કિટ આવે અથવા ટ્રેક બને તો બહુ મોટો ફાયદો થાય.
યામાહા વી મેક્સ, ટ્રાયન્સ રોકેટ થ્રી, હાયાબુઝાના નવા મોડેલ્સ, ટ્રાયમ્ફ સિટીમાં જોવા મળે તેવી ડિઝાયર છે.