તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુરમાં બાઈકની ટક્કરે યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં બાઈકની ટક્કર વાગતા યુવાનનું મોત થયું. સંતરામપુર પ્રતાપપુરા વિસ્તારમાં ગજા સિનેમા પાસે રાત્રીના સમયે ચાલતા જતા ઇસમને અચાનક બાઈક સવાર બાઇક બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવીને આયતા હિમાંશુ ભાઈ બદ્રીનારાયણ ભાવસાર ને ટક્કર મારીને શરીરના અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ગજા સિનેમા પાસે અકસ્માત સર્જાતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. ગંભીર ઇજાઓ થતા ઇજાગ્રસ્તને દવાખાને પહોંચાડતા સારવાર દરમિયાન હિમાંશુ ભાઈનું મોત નીપજ્યું હતું .સંતરામપુરમાં અને ભાવસાર સમાજમાં યુવાનનું અકસ્માત ઘટનામાં મોત થતા શોકનો માહોલ છવાયો હતો. સંતરામપુર પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...