તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની વરેઠ અને મોટી વરેઠ ગામ આઝાદી બાદ પણ વિકાસથી વંચિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતરામપુરના નાની વરેઠ અને મોટી વરેઠમાં કાચા માટીના મકાનો અંદર જોયું તો બે થી ચાર વાસણો એક ખાટલો અને ચૂલો ફૂંકતી મહિલા પરીવાર માટે રોટલો બનાવવા ચૂલો ફૂંકતી નજરે પડી અન્ય સુવિધાઓ વિસે જાણવાનો પ્રયત્ન કર્યો તો ના તો શૌચાલય ના તો મકાનની કોઈ સુવિધાઓ જોવા મળી સરકાર એક પણ પાયા સુવિધા કહી શકાય એવી એક પણ સુવિધા જોવા ન મળી આઝાદી બાદ આવી જ રીતે જીવી રહ્યા હોવાનું ગામ લોકોએ જણાવ્યું.

સંતરામપુરના નાની વરેઠ અને મોટી વરેઠ ગામમાં અંદાજિત 500ની વસ્તી ધરાવતા ગામમાં આઝાદીના વર્ષો બાદ પણ વિકાસની માત્ર વાતો સાંભળવા મળી છે પરંતુ વિકાસ કોને કહેવાય તે પણ ખબર નથી જેથી અહીંના ગામ લોકો છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ જંખી રહ્યા છે સરકારની એક પણ વિકાસ લક્ષી સહાય આ ગામ સુધી પહોંચી નથી. કાચા માટીના મકાનો અંદર જોયું તો બે થી ચાર વાસણો એક ખાટલો અને ચૂલો ફૂંકતી મહિલા પરીવાર માટે રોટલો બનાવવા ચૂલો ફૂંકતી નજરે પડી અન્ય સુવિધાઓ વિસે જાણવાનો પ્રયત્ન કર્યો તો ના તો શૌચાલય ના તો મકાનની કોઈ સુવિધાઓ જોવા મળી સરકાર એક પણ પાયા સુવિધા કહી શકાય એવી એક પણ સુવિધા જોવા ન મળી ગામ લોકોને કઈ વસ્તુ લેવા જવી હોય કે પછી બાળકોને ભણવા હોડીમાં જવું પડે છે તે પણ 100 ફૂટ ઊંડા પાણીમાં હોડીમાં જાણે મોતનો સફર ખેડતા હોય તેવી રીતે જવું પડે છે. બાળકોને ભણવા માટે 1 કિલોમીટર પાણીમાં હોડીમાં અને સામે કિનારે ગયા બાદ પણ અંદાજિત 3 કિલોમીટર સુધી ચાલતું જવું પડે છે વર્ષોથી આવી સમસ્યાઓનો સામનો કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વર્ષોથી પુલ બનાવવા તેમજ સરકારની સુવિધાઓને લઈ અધિકારીઓને તેમજ પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ એવો માઇનો લાલ આ ગામને મળ્યો નથી કે આ ગામને સમસ્યાઓનું નિરાકરણ લાવી આપે આ બંને ગામોના લોકોને મત આપવા ચૂંટણી કાર્ડ તો આપવામાં આવ્યા છે પરંતુ કેટલાક એવા લોકોને આજેય આધાર કાર્ડ મળતું નથી ચૂંટણી ટાણે અરજદારો વોટ માંગવા હોડીમાં બેસીને પ્રચાર અર્થે પણ આવે છે મોટી મોટી વાતો કરી વાયદા વચનો આપે છે. કલેક્ટર સ્થાનિક અધિકારીને રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આં બે ગામનો વિકાસ થાય આ પ્રયાસ માં સરકારી તંત્ર એજ આવી અન્ય 12 ગામોની પરિસ્થિતિ હોવાનું લોકો દ્વારા જણાવેલ છે, ત્યારે ગામોની પ્રજાને સરકારી લાભો મેળવવા માટે હવાતિયાં મારવા પડે છે.

નાની વરેઠ અને મોટી વરેઠના લોકોને અને વિદ્યાર્થીઓને હોડીના સહારેજ અવર જવર કરવી પડે છે. ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો