શ્રદ્ધા હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરના ગામડી ગામે રહેતી ગર્ભવતી મહિલા કંકુબેન ને દુખાવો ઉપડતાં તેને સંતરામપુરની શ્રધ્ધા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની સારવાર ચાલુ હતી. તેના કલાક બાદ તેને ખેંચ આવતાં ડોકટરે સારવાર કરીને મહિલાને ગોધરા સારવાર કરવા જવાનુ઼ કહ્યું હતું. તેને એબ્યુલન્સમાં ગોધરા લઇ જતાં રસ્તામાં કકુબેનનુ઼ મોત થયું હતું. આ અંગેની ફરીયાદ કંકુબેનના પતિએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

જયારે કંકુબેનના પતિ દિનેશભાઇ પગીએ આક્ષેપ કર્યો કે હોસ્પીટલમાં સારવાર દરમિયાન મારી પત્નીને મોમાંથી લોહી નીકળવા માંડ્યું અને ડોક્ટર અને સ્ટાફ ઇજેકશન કોને મૂક્યું તેવી અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા ડોક્ટરે અમને પૂછ્યા વગર તાત્કાલિક એમ્બ્યુલન્સ ગાડી લીધી અને તમે ગોધરા લઇ જાવ તેમ કહ્યું પણ મારી પત્ની ડોક્ટરની બેદરકારીને કારણે મારી પત્નીની તબિયત લથડતાં રસ્તામાં તેનું મોત થયું છે. તેમ મૃતક મહિલાના પતિ દિનેશભાઇએ આક્ષેપ કર્યો હતો. પોલીસ સમગ્ર બનાવની તપાસ હાથ ઘરી રહ્યા છે.

સંતરામપુર હોસ્પીટલમાં ડોકટરની લાપરવાહિથી મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો, મૃતક કંકુબેન. તસ્વીર ઇલિયાસ શેખ

અન્ય સમાચારો પણ છે...