તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1000 વોટરકલર પેઇન્ટિંગ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચિત્રકાર બિપિન પટેલનું વતન મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે આવેલા છાયણ ગામ અને કર્મભૂમિ અમદાવાદ છે .તેમને નારગોલ થી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિ.માંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે .

આ ગુજ્જુ યુવાન આર્ટિસ્ટ એ વોટર કલરથી ગ્રામ્યજીવન ,ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે . તા. 17/5 /2016 થી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવાનું શરૂ કર્યું હતુ. જે તા.10/2/2019 ના રોજ 1000 દિવસમાં 1000 પેઇન્ટિંગ પુરા થયા છે. જે રેકોર્ડ માટે પણ નોંધ કરાવેલ.જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા નોંધ લેવાઈ અને પ્રમાણપત્ર ,મોમેન્ટો અને મેડલ દ્વારા સન્માનિત કરાયા છે .આ રાષ્ટ્રીય કલા શિબિરમાં વડતાલ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે વેટ સ્ટ્રોક વોટર કલર બુકનું વિમોચન કરાયું હતુ. બિપિન પટેલે જણાવ્યું કે આચાર્યશ્રી, સંતોના શુભ આશિષ ,કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી રમણીક ઝાપડિયા સાહેબનુ પ્રોત્સાહન સાથેે આજનો દિવસ ખુબ યાદગાર બની રહ્યો છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો