Divya Bhaskar

Home » Madhya Gujarat » Mahisagar » Santrampur » એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના જયઘોષનો વિશ્વ આદિવાસી દિવસ

એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના જયઘોષનો વિશ્વ આદિવાસી દિવસ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:01 AM

ઉજવણી| સંતરામપુરમાં દેશી ઢોલ તેમજ પૌરાણિક લોક ગરબીઓથી આ મહારેલીનું વાતાવરણ આનંદિત બનાવી દીધું

  • એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના જયઘોષનો વિશ્વ આદિવાસી દિવસ
    સંતરામપુર નગરમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી.કોલેજ ઉપરથી મહારેલીમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.આદિવાસી પરિવારો દ્વારા સ્વયંશિસ્ત બદ્ધ રીતે આગોતરું આયોજન કરવામાં આવતા સંતરામપુર અને કડાણા તાલુકાના નાના મોટા બાળકો,યુવાનો,યુવતીઓ અને વડીલો આબેહુબ વેશભૂષામાં સજ્જ થઇ આદિવાસી સમાજમાં પર્યાપ્ત પૂર્વજોના હથિયારો જેવા કે તીરકામઠા,ગોફણ,ભાલા,ત્રિશુળ,બંડી,સાફાઓમાં સજ્જ થઇ ભાઇઓ-બહેનોએ અનેરુ આકર્ષણ જમાવેલ. મહારેલી સંતરામપુર નગરમાં નિર્ધારીત રુટ ઉપર પસાર થતાં નગરજનોએ અબીલ,ગુલાલ અને પુષ્પ વર્ષા કરી આદિવાસી પરિવારની આ મહારેલીને આવકારી હતી.

    દેશી ઢોલ તેમજ પૌરાણિક લોક ગરબીઓથી આ મહારેલીનું વાતાવરણ આનંદિત બનાવી દીધું હતું . આદિવાસી સમાજના જાગૃત ભાઇ-બહેનોએ માગણી કરેલ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર આ દિવસને જાહેર રજા આવનાર સમયમાં જાહેર કરે તે માટે એકતા સાધવાનો સુર પુરાવ્યો હતો.એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના જયઘોષ સાથે માત્રને માત્ર આદિવાસી પરીવારોએ નગરમાં ભવ્ય ઉજવણી કરી હતી.

    સંતરામપુરમાં આદિવાસી દિવસની નીમીત્તે રેલી નીકળી.-ઇલ્યાસ શેખ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending