તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લલકપુર ગામે લાઇન લીકેજ થતા પાણીની રેલમછેલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતરામપુર તાલુકાના લલકપુર ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની પાઇપો નાંખીને ગામની અંદર કનેકશનો આપવામાં આવ્યા હતા. છેલ્લા છ માસથી આ પાણીની પાઇપ જમીનની અંદર ચારથી પાંચ ફુટ દબાવવામાં આવેલી છે. પણ આ લાઇન આઠથી દસ જગ્યાએ લીકેજ થવાથી પાણીનો બગાડ થતો હોય છે. આ ગામની અંદર રોજનું હજારો લીટર પાણી પાઇપો લીકેજના કારણે વેડફાઇ રહ્યુ છે. આ પાઇપના લીકેજ અંગે લલકપુરના ગામના લોકોએ લાગતા વળતા તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પાણી પુરવઠા તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે. અને ગ્રામજનોની વાત સાંભળવા ત્યાર જ નથી. લલકપુર ગામની અંદર લીકેજ લાઇન નજીકમાં આવેલ ઝાલાપાદેડી ગામે પ્લાન્ટ ઉપર ગ્રામજનો રૂબરૂમાં રજુઆત કરી તેમ છતાંય કામગીરી કરવામાં આવતી નથી. તમારે જાતે રીપેરીંગ કરવી તેમ જણાવ્યુ હતુ. અને ટુંક સમયમાં ઉનાળાની શરૂઆત થઇ રહી છે. ત્યારે પાણી બચાવવા બદલ પાણીના બગાડ વધી રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા તંત્ર દ્વારા આ લીકેજ પાણીની લાઇન સત્વરે રીપેર કરવામાં આવે તેવી માગ ઉઠીછે.

લલકપુર પાસે પાણીની લાઇન લીકેજ થતા રસ્તા ઉપર પાણીની રેલમછેલ. તસવીર-ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો