• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Sanjeli
  • નેનકી પંચાયતના તલાટી મરજી મુજબ હાજર રહેતાં વહીવટી કામો ઉપર અસર

નેનકી પંચાયતના તલાટી મરજી મુજબ હાજર રહેતાં વહીવટી કામો ઉપર અસર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેનકી પંચાયતના તલાટી કમ મંત્રીની ઘણા લાંબા સમયથી પંચાયત ઓફીસમાં અનિયમિત હાજરી આપતા જાતિ આવકા દાખલા પેઢીનામુ રેશનકાર્ડના ફોર્મ અને અન્ય કામકાજ માટે વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એક માસ જેટલો સમય વિતિ ગયો અને પંચાયતના આટા ફેરા મારી છતા પણ સહી ન થતા અરજદારો મુઝવણમાં મુકાયા છે. નેનકી ગામના માજી સરપંચ ઇશ્વરભાઇ કલાલ દ્વારા સંજેલી મામલતદાર અને ટી.ડી.ઓ. તથા જીલ્લા અધિકારીને લેખીત રજુઆત કરવામાં આવી છે. તલાટી કમ મંત્રી પોતાના ફરજ દરમિયાન નેનકી પંચાયત ઓફીસે અનિયમિત હાજર રહેતા ફરજ પ્રત્યે નિષ્કાળજી તેમજ બેદરકારી દાખવતા હોવાથી સરકારના સેવા અને શિસ્તના નિયમો અનુસારની થતી તપાસણી હાથ ધરી કાર્યવાહી કરવા લેખીત રજુઆતમાં માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...